કર્ણાટક ના આ મંદિર માં સ્થાપિત છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, દેવરાજ ઇન્દ્ર સાથે જોડાયેલી છે તેમની માન્યતા

કર્ણાટક ના આ મંદિર માં સ્થાપિત છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, દેવરાજ ઇન્દ્ર સાથે જોડાયેલી છે તેમની માન્યતા

અહીંના મંદિરનો આકાર શિવલિંગના રૂપમાં છે. શિવલિંગના રૂપમાં આ મંદિરની ઉચાઈ 108 ફૂટ છે. ભારત સરકારે તેને એશિયામાં સૌથી ઉંચુ શિવલિંગ જાહેર કર્યું છે. આ મુખ્ય શિવલિંગની આસપાસ ઘણાં શિવલિંગ સ્થાપિત છે. આ મંદિરમાં ભક્ત શ્રદ્ધા અને પોતાના સામર્થ્યઅનુસાર અહીં 1 થી 3 ફૂટ સુધી નું શિવલિંગ અહીં સ્થાપિત કરાવે છે.

1994 માં અહીં સ્થાપિત કરવામાં આવ્યું હતું 108 ફૂટ નું શિવલિંગ

આ મંદિર સ્વામી સંભા શિવ મૂર્તિ અને તેમની પત્ની વી રૂક્મિની દ્વારા 1980 માં બનાવવામાં આવ્યું હતું. આ વર્ષે અહીં પ્રથમ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં પંચલિંગની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ 101 શિવલિંગ અને પછી 1001 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા. આ પરિસરમાં 1994 માં રેકોર્ડ 108 ફુટના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે મંદિર પરિસરમાં એક વિશાળ અને ઉંચી નંદી પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્વામીજીનું સ્વપ્ન મંદિરમાં કોટિ (કરોડ) લિંગ સ્થાપિત કરવાનું હતું અને તે તેના પર કામ કરી રહ્યા હતા. 14 ડિસેમ્બર, 2018 ના રોજ સ્વામીજીના નિધન પછી, તેમની પુત્રી અને દીકરાએ જવાબદારી સંભાળી અને તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ મંદિરમાં ઘણા લિંગ રહેલા છે.

દેવરાજ ઇન્દ્ર એ કયું હતું સ્થાપિત

એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કરવાથી મનુષ્યના બધા પાપ ધોવાઈ જાય છે. એવી માન્યતા પણ છે કે જ્યારે ભગવાન ઇન્દ્રને ગૌતમ નામના ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો. તેથી આ શ્રાપથી છૂટકારો મેળવવા, તેમણે કોટિલીંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યા. એવું કહેવામાં આવે છે કે શ્રાપથી મુક્તિ મેળવવા માટે દેવરાજ ઇન્દ્રએ શિવલિંગનો અભિષેક કર્યો હતો.

અન્ય દેવી-દેવતાઓ ના 11 મંદિર રહેલા છે

કોટિલીંગેશ્વરનાં મુખ્ય મંદિર સિવાય બ્રહ્મા, વિષ્ણુ, અન્નપૂર્નેશ્વરી દેવી, વેંકટરમાની સ્વામી, પાંડુરંગ સ્વામી, પંચમુખ ગણપતિ, રામ-લક્ષ્મણ-સીતાનાં મંદિર સહિત આ સમગ્ર મંદિર પરિસરમાં 11 મંદિરો મુખ્યત્વે બિરાજમાન છે.

નંદી નું વિશાલ રૂપ

આ વિશાલ શિવલિંગ ની સામે નંદી ની ભવ્ય અને વિશાલ રૂપ માં દર્શન આપે છે. નંદિની આ મૂર્તિ 35 ફૂટ ઉંચી, 60 ફૂટ લાંબી, 40 ફૂટ પહોળી છે, જો 4 ફૂટ ઉંચુ અને 40 ફૂટ પહોળો ચબુતરો પણ સ્થાપિત છે. આ વિશાલ શિવલિંગ ની ચારે બાજુ દેવી માં, શ્રી ગણેશ, શ્રી કુમારસ્વામી અને નંદી મહારાજ ની પ્રતિમાઓ એવી રીતે સ્થાપિત છે જેવી રીતે તે પોતાના આરાધ્ય ને પોતાની પૂજા અર્પણ કરી રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *