બ્યુટી પ્રતિયોગિતા થી બની ગઈ મોટા પડદા ની કવીન, આ હસીનાઓ એ ખુબસુરતી ની સાથે એક્ટિંગ માં પણ બનાવ્યા લોકો ને ફેન

બ્યુટી પ્રતિયોગિતા થી બની ગઈ મોટા પડદા ની કવીન, આ હસીનાઓ એ ખુબસુરતી ની સાથે એક્ટિંગ માં પણ બનાવ્યા લોકો ને ફેન

ભારતની ઘણી એવી હિરોઈનો છે કે જેઓ બ્યુટી સ્પર્ધા જીત્યા પછી ફિલ્મો તરફ વળી અને મોટા પડદે પોતાનો અભિનય નો જાદુ પણ બતાવ્યો. આ સુંદરીઓની સુંદરતાની સાથે સાથે લોકો ફેશન અને અભિનયના પણ કાયલ થયા. તો ચાલો જાણીએ એવી નાયિકાઓ વિશે કે જેમણે મોંડેલિંગની સાથે સાથે અભિનયમાં પણ પોતાનો જલવો દેખાડ્યો.

જીનત અમાન

જીનત અમાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ‘હરે રામા હરે કૃષ્ણ’માં દેવાનંદની સાથે ઘણા લોકો પસંદ કરી હતી. જીનતે 1970 માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો હતો. આ પછી, તે ફિલ્મો તરફ વળી.

મીનાક્ષી શેષાદ્રી

ફિલ્મોથી દૂર થઇ ચુકેલી મીનાક્ષીએ તેમની સુંદરતા અને ફિલ્મોમાં અભિનયના કારણે લોકોને ચાહકો બનવા મજબુર કરી દીધા. દામિની ફિલ્મના તેના શક્તિશાળી પાત્રને લોકો આજે પણ યાદ કરે છે. મીનાક્ષીએ 1981 માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ જીત્યો હતો.

જુહી ચાવલા

પોતાની ક્યૂટ સ્માઇલથી દર્શકોને દિવાના બનાવનાર જુહી ચાવલાએ 1984 માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. જે બાદ તે ફિલ્મ ‘કયામત સે ક્યામત તક’ થી મોટા પડદે નજર આવી હતી.

દીયા મિર્ચા

ચાર્મીંગ બ્યુટી દિયા મિર્ઝાએ 2000 માં ‘મિસ એશિયા પેસિફિક’ નું બિરુદ જીત્યું હતું. જે પછી તે મોડેલિંગ અને ફિલ્મોમાં 2001 માં, રેહાના હૈ ‘તેરે દિલ મેં’ માં જોવા મળી હતી. આ સમયે, દિયા મિર્ચા સોસીયલ એક્ટિવિસ્ટ તરીકે ખૂબ સક્રિય રહે છે. વળી, તેમની ફેશન સેન્સ પણ કમાલ નો હોય છે.

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા પ્રેક્ષકોમાં તેમની નિખાલસ વાતો માટે પણ જાણીતી છે. ઉપરાંત, ચાહકો તેમની ફેશન અને શૈલીથી દિવાના છે. નેહાએ 2002 માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. નેહા છેલ્લા કેટલાક સીઝનમાં એમટીવી રોડીઝમાં જોવા મળી હતી. જેમાં લોકોને ટાસ્ક આપતા જોવા મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *