આ છે ભારતની સૌથી સાફ નદી તેમને જોઈને બધા જ લોકો હેરાન થઈ જાય છે. જાણો ક્યાં આવેલી છે આ નદી

આ છે ભારતની સૌથી સાફ નદી તેમને જોઈને બધા જ લોકો હેરાન થઈ જાય છે. જાણો ક્યાં આવેલી છે આ નદી

આ ભારતની સૌથી સાફ નદી છે. આ નદીનું નામ ઉમંગોટ છે અને આ નદી દેશના મેઘાલય રાજ્ય માં એક નાનો એવો કસબો દાવકી છે, જે ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર ઉપર છે. અહીં પર આ નદી આવેલી છે. ઉમંગોટ એટલી સાફ નદી છે કે ખૂબ જ સરળતાથી તેમના તળિયા ઉપર રહેલી એક સોઈને પણ જોઈ શકીએ છીએ.

આ કોઈ ચમત્કાર નહીં પરંતુ અહીં રહેવા વાળા લોકો નો કમાલ છે. અહીંના લોકો નદીમાં ગંદકી કરી શકતા નથી અને ના આવું કોઈને કરવા દે છે. પરંતુ ભારતના ઘણા રાજ્યોમાં કોઈને નદી ની ચિંતા નથી કોઈ એવું નથી વિચારતું કે નદીઓ દ્વારા પોતાનું જીવન ચાલે છે.

નદીઓને સાફ કઈ રીતે રાખવી તે આપણે મેઘાલયના લોકો પાસેથી શીખવું જોઈએ. મેઘાલયની ઉમંગોટ નદી દેશની સૌથી સાફ નદી કહેવામાં આવે છે. આ નદીનું પાણી એટલું સાફ છે કે તેમને કાચની જેમ જ આરપાર જોઈ શકાય છે. પાણી ની નીચે નો એક એક પથ્થર ક્રિસ્ટલ ની જેમ સાફ નજર આવે છે. તેમાં ધૂળનો એક કણ પણ જોવા મળતો નથી એવું લાગે છે કેમ હોડી કોઈ કાચ ઉપર તરી રહી હોય છે.

આ ખૂબસૂરત નદી મેઘાલયની રાજધાની શિલોંગથી 95 કિલોમીટર દૂર ભારત બાંગ્લાદેશ ની સીમા ઉપર સ્થિત પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લા ના દાવકી કસ્બા માં વહે છે. અહીં આ વિસ્તારમાં રહેવાવાળા આદિવાસી સમુદાયના લોકો આ નદીની રોજ સફાઈ કરે છે. આ પરંપરા ઘણી જૂની છે અને ચાલી આવે છે. તેમનું માનવું છે કે સફાઈ કરવું તેમના સંસ્કારોમાં છે.

ઉમંગોટ નદી ત્રણ ગામ દાવકી, દારંગ અને શેનાંગદેગ થી નીકળીને વહે છે. આ ત્રણ ગામમાં લગભગ 300 લોકો છે અને બધા જ લોકો મળીને આ નદીને સાફ રાખે છે. ગંદકી ફેલાવવા ઉપર 5000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે. મહિનામાં 3થી 4 દિવસ સુધી કમ્યુનિટી ડે હોય છે આ દિવસે ગામમાંથી બધા જ ઘરમાંથી એક એક વ્યક્તિ નદી સફાઈ માટે આવે છે.

આવો અદભુત નજારો ભારતની કોઈ નદીમાં જોવા મળે છે ત્યાં ગર્વની વાત છે. ગંગા અને યમુના નદી ની હાલત તમે બધાએ જોઈ હશે. ફક્ત ઉમંગોટ નદી જ સાફ નથી પરંતુ તેમની આજુબાજુ નો નજારો પણ ઘણો જ સુંદર છે. લીલાછમ જંગલોની વચ્ચે સ્થિત આ નદી ની તુલના લોકો સ્વર્ગ માંથી રહેવાવાળી નદીની સાથે પણ કરે છે.

નવેમ્બર થી એપ્રિલ સુધી અહીં ભારે સંખ્યામાં પર્યટકો આવે છે. આ દરમિયાન પર્યટકો અહીં બોટીંગની મજા ઉઠાવતા નજર આવે છે અને વરસાદની સિઝનમાં બોટિંગ બંધ રહે છે. ઉમંગોટ નદી થી થોડીક દુરી ઉપસ્થિત માવલીનનોંગ ગામ એશિયાનું સૌથી સાફ ગામ નો દરજ્જો મળેલો છે. અંગ્રેજોએ આ નદી ઉપર એક બ્રીજ પણ બનાવેલો છે આ નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ પણ જોવા મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *