ભારતી સિંહએ ફોટોશૂટમાં ફ્લોન્ટ કર્યો બેબી બંમ્પ, પ્રેગ્નેન્સી ગ્લો જોઈને ચોંકી ગયા ફૈન્સ

કોમેડિયન ભારતી સિંહ પ્રેગ્નેન્ટ છે. તેણે હાલમાં જ એક વીડિયો જાહેર કરીને તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી અને કહ્યું કે એપ્રિલ 2022 સુધીમાં તેના ઘરે એક નાનો મહેમાન આવશે. આ દરમિયાન ભારતીએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોશૂટમાં ભારતી લાઇટ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બેબી બમ્પ સાથે ભારતીની પ્રેગ્નેન્સી ગ્લો આ તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળે છે અને ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી. ભારતીએ આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું, ખુશીનો વિચાર કરો, બહુ મજા આવશે. તેની તસવીરો પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, “ક્યૂટ ભારતી, તમને શુભકામનાઓ. અન્ય એક ચાહકે લખ્યું, બ્યુટી ક્વીન.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

ભારતીએ પહેલીવાર માતા બનવા અંગે એક ઈન્ટરવ્યુ પણ આપ્યો છે. જેમાં તેણે આ તબક્કા વિશે ઘણી વાતો શેર કરી છે. ભારતીએ કહ્યું છે કે તે ઈચ્છે છે કે તેની નોર્મલ ડિલિવરી થાય કારણ કે તે સિઝેરિયન ડિલિવરીથી ડરે છે.

તેણે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે તે પછીથી ખૂબ જ તકલીફ થાય છે અને હું વર્કિંગ મધર છું, તેથી હું આગળ કોઈ જટિલતાઓ ઇચ્છતી નથી. મેં અઠવાડિયામાં ત્રણ વખત યોગ કરવાનું શરૂ કર્યું છે. હું ડૉક્ટરની અન્ય સલાહ પણ અનુસરી રહી છું જેથી મારી ડિલિવરી નોર્મલ થઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

તમને જણાવી દઈએ કે ભારતીએ 2017માં સ્ક્રિપ્ટ રાઈટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેણે ઘણા ઈન્ટરવ્યુમાં માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને લગ્નના ચાર વર્ષ બાદ હવે તે માતા બનવા જઈ રહી છે, જેના કારણે તે ઘણી ખુશ છે. ભારતી કહે છે કે તે ગર્ભાવસ્થાના નવમા મહિના સુધી કામ કરવાનું ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *