આ છે બોલિવૂડ ની ઉંમર દરાજ દુલ્હનનો કોઈએ 40 તો કોઈએ 60ની ઉંમરમાં કર્યા લગ્ન

કહેવામાં આવે છે કે લગ્ન સાચી ઉંમર માં કરી લેવા જોઈએ. લગ્ન વધુ ઉંમરમાં ન કરવા જોઈએ અને ના તો જલ્દીથી કરવા જોઈએ. પરંતુ આ દિવસોમાં પોતાના કરિયરને લઈને બધા જ લોકો ચિંતામાં રહેતા હોય છે. એવામાં લગ્ન કરીને પોતાનું જીવન લોકો બાંધી લેવા ઇચ્છતા તો નથી ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટી. એવામાં થોડા સેલેબ્સ એક લાંબી ઉંમર પછી લગ્નના બંધનમાં બંધાઈ છે. એવામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે લગભગ 40 વર્ષની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાઈ. એવી અભિનેત્રીઓ વિશે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ.

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાએ 19 ફેબ્રુઆરી 2016 એ લગ્ન કર્યા હતા. જે સમયે પ્રીતિએ લગ્ન કર્યા હતા તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. પ્રીતિએ જીન સાથે ઘણી ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. કલ હો ના હો, વીર ઝારા જેવી સુપરહિટ ફિલ્મ દેનાર પ્રીતિ ઝિંટાએ લાંબા સમય સુધી બિઝનેસમેન નેસ વાડિયા ને ડેટ કરતી હતી. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ થયો અને પ્રિતીએ જીન સાથે લગ્ન કર્યા.

ઉર્મિલા માતોડકર

રંગીલા, જુદાઇ જેવી ફિલ્મ બોલિવૂડ અને આપનારી એક્ટ્રેસ ઉર્મિલા માતોડકર એ 42 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. ઉર્મિલા બિઝનેસમેન અને મોડલ મોહસીન અખતર સાથે લગ્ન કર્યા. ઉર્મિલા ના લગ્ન પણ ઘણાં ગુપચુપ રીતે થયા હતા. તેમના લગ્ન પછી આવેલી તસવીરો થી ખબર પડી કે ઉર્મિલા લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા પણ 40 વર્ષની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાઈ હતી. તેમણે નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા પરંતુ બન્નેના લગ્ન વધુ દિવસો ચાલી શક્યા નહી અને બે વર્ષ બાદ એટલે કે 2012માં બંનેએ તલાક લઈ લીધો હતો.

નીના ગુપ્તા

આયુષ્માન ખુરાના ની ફિલ્મ બધાઈ હો થી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ નીના ગુપ્તાનું જીવન હંમેશા થી ચર્ચામાં રહ્યું છે. નીનાએ 54 વર્ષની ઉંમરમાં વર્ષ 2008માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ નીનાએ લાંબા સમય સુધી વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટ વિવિયન રિચર્ડ ને ડેટ કરતી હતી.

સુહાસિની મુલે

બોલિવૂડની ઘણી જાણીતી અભિનેત્રી સુહાસિની મુલે પણ આ લિસ્ટમાં સામેલ છે. સુહાસિની લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહી પરંતુ 1990માં તેમની આ રિલેશન તૂટી ગઈ. ત્યાર બાદ લાંબા સમય સુધી તે સિંગલ રહી. ત્યારબાદ 16 જાન્યુઆરી 2011માં સુહાસિની એ અતુલ ગડુ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે સુહાસિની તેમજ અતુલ બંનેની ઉંમર 60 વર્ષથી પણ વધુ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *