દુલ્હન બનીને પડદા પર છવાઈ ગઈ હતી આ હિરોઈન, તસવીરો માં જુઓ તેમનો ખુબસુરત લુક

દુલ્હન બનીને પડદા પર છવાઈ ગઈ હતી આ હિરોઈન, તસવીરો માં જુઓ તેમનો ખુબસુરત લુક

સામાન્ય રીતે, દુલ્હન બનવાની તક જીવનમાં ફક્ત એક જ વાર આવે છે. પરંતુ ફિલ્મ અભિનેત્રીઓ ઘણીવાર ફિલ્મો અને ટેલિવિઝનમાં લગ્નના દ્રશ્યો માટે લાલ જોડામાં નજર આવે છે. આવી સ્થિતિમાં આ અભિનેત્રીઓએ બ્રાઇડલ લુકમાં તૈયાર થવાનું હોય છે. જેમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગે છે. કરિના કપૂર હોય કે દીપિકા પાદુકોણ,એશ્વર્યા રાય અથવા અનુષ્કા, દરેકનો તેનો બ્રાઇડલ લુક જોઇને તેના ફેન થઇ ગયા હતા. તો ચાલો જોઈએ આવીજ કેટલીક ફિલ્મો માં તમારી પસંદ હીરોઇનો નો બ્રાઇડલ લુક.

દીપિકા પાદુકોણ

ફિલ્મ ચેન્નઈ એક્પ્રેસ માં સાઉથ ઇન્ડિયન બ્રાઇડલ બની દીપિકા પાદુકોણ ખુબજ સુંદર દેખાઈ રહી હતી. જેમાં દીપિકા એ લાલ અને ગોલ્ડન રંગ ના બોર્ડર ની સાડી પહેરી હતી. જેની સાથે કુંદન નેપકીન અને વાળો માં ગજરો લગાવ્યો હતો. દીપિકા નો આ બ્રાઇડલ લુક છોકરીઓ ને ખાસ પસંદ આવ્યો હતો.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ઘણી ફિલ્મોમાં દુલ્હનના લૂકમાં જોવા મળી હતી. અને તેનો લુક પણ ખૂબ જ પ્રખ્યાત થયો હતો. એ દિલ હૈ મશ્કિલ ફિલ્મમાં લાલ લહેંગા વાળા તેના લીલા અને લાલ રંગની કુંદન નેકપીસનો લૂક છોકરીઓએ ખાસ પસંદ કર્યો હતો.

રાની મુખર્જી

રાની મુખર્જીએ ફિલ્મ કભી અલવિદા ના કહેનામાં લગ્નનો પહેરવેશ પહેર્યો હતો. લાલ રંગ ના લહેંગા માં ગ્રીન રંગ ના બોર્ડર સંગ રાની એ આ લુક ને પૂરપ કર્યો હતો. ત્યાંજ કુંદન ના નેપકીન ની સાથે આ બ્રાઇડલ લુક ને પૂરો કરવામાં આવ્યો હતો. જેમાં રાની ઘણીં સુંદર દેખાઈ રહી હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ દરેક વખતે દુલ્હનના લૂકમાં સુંદર લાગે છે. પછી તે 2 સ્ટેટ્સની દક્ષિણ ભારતીય દુલ્હનનો દેખાવ હોય અથવા રાજી ફિલ્મની મુસ્લિમ દુલ્હનનો. 2 સ્ટેટ્સમાં લાલ રંગની સિલ્ક લહેંગા અને હેવી સોનાના ઝવેરાત સાથે મિનિમમ મેકઅપ કરેલો તેમનો આ લુક છોકરી ઓ ને ખુબજ પસંદ આવ્યો હતો.

તે જ સમયે, રાઝી ફિલ્મમાં, સિલ્કની સાડી સાથે મેળ ખાતી ચૂનરી ઓઢીને આલિયા ગજબ ની સંદર દેખાઈ રહી હતી.

કરીના કપૂર

કરીના કપૂર એ હર વખતે ફિલ્મો માં ટ્રેડિશનલ બ્રાઇડલ લુક ની જગ્યાએ હટકે લુક અપનાવ્યો હતો. ફિલ્મ 3 ઈડિયટ્સ માં ઓરેંજ અને લાલ રંગ ના લહેંગા ની સાથે હેવી એમ્બ્રોડરી જેકેટ અને માથા પર ચુનરી ની સાથે લુક ને પૂરો કર્યો હતો. જેને ડિજાઈનર મનીષ મલ્હોત્રા એ ડિજાઇન કર્યો હતો.

ત્યાંજ ફિલ્મ વીરે ડી વેડિંગ માં કરીના કપૂર નો મોર્ડર્ન દુલહન નો લુક કઈ રીતે ભૂલી શકીએ. બીજ રંગ નો લહેંગા ની સાથે ઓફ શોલ્ડ બ્લાઉઝ અને વાળો માં ગજરો લાગવી કરીના ઘણીજ સુંદર દેખાઈ રહી હતી. ત્યાંજ આ લુક ની સાથે કરીના એ બિંદી ને મેચ કર્યું હતું.

તનુ વેડ્સ મનુ ફિલ્મ માં કંગના એ લાલ અને ઓરેન્જ રંગ નો લહેંગા થી અલગ લીલા રંગ ના લહેંગા માં બ્રાઇડલ ગોળ આપ્યો હતો. જેમાં કંગના ઘણી ખુબસુરત દેખાઈ રહી હતી.

અનુષ્કા શર્મા એ ફિલ્મ સુલતાન માં મુસ્લિમ બ્રાઇડલ નો કિરદાર નિભાવ્યો હતો. જેમ તે ક્રીમ અને ગોલ્ડન રંગ ના શરારા પહેર્યું હતું. અનુષ્કા નો આ લુક ઘણો આકર્ષક હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *