માધુરી દીક્ષિત એ શેયર કરી પતિ સંગ ના જોયેલી તસ્વીર, લખ્યું- હંમેશા..

માધુરી દીક્ષિત એ શેયર કરી પતિ સંગ ના જોયેલી તસ્વીર, લખ્યું- હંમેશા..

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. માધુરી ઘણી વાર તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. માધુરી ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના જુના ફોટા શેર કરે છે. તાજેતરમાં તેણે તેના પતિ સાથે એક જૂનો ફોટો શેર કર્યો છે. જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

માધુરી દીક્ષિતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં માધુરી તેના પતિ શ્રીરામ નેને સાથે જોવા મળી રહી છે. ફોટામાં, તે બંને ખૂબ જ સુંદર લાગે છે અને એકબીજાને ગળે લગાવે છે. ફોટો શેર કરતી વખતે માધુરી દીક્ષિતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તમારા પ્રિયજનોને તમારી નજીક રાખો’.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

આ તસવીરમાં માધુરી દિક્ષિતે પૂર્ણ સ્લીવ ટોપ સાથે ડાંગરી પહેરી છે. આ સાથે તેણે આઉટફિટમાં મેચ કરવા માટે વ્હાઇટ શૂઝ પણ પહેર્યા છે. આંખો પર ચશ્મા પણ લગાવેલા. તેના પતિની વાત કરીએ તો, શ્રીરામ નેને વ્હાઇટ શર્ટ ઉપર નેવી બ્લુ સ્વેટર પહેરેલ છે. આ સાથે તેણે શોર્ટ્સ અને વ્હાઇટ સ્નીકર પણ પહેર્યું છે. બંનેનો આ ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફૈન્સ તેમની આ તસવીર ઉપર વખાણના પુલ બાંધવામાં લાગ્યા છે.

તમને જણાવી દઇએ કે માધુરી દીક્ષિત ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાનાને જજ કરે છે. પરંતુ મુંબઈમાં કર્ફ્યુના કારણે બેંગલુરુમાં ડાન્સ દિવાના કેટલાક એપિસોડ્સ શૂટ થઈ રહ્યા છે, પરંતુ માધુરીએ બેંગ્લોર જવાની ના પાડી દીધી છે, તેથી અભિનેત્રી મુંબઇમાં જ રોકાશે અને આગામી 4 એપિસોડનો ભાગ નહીં બની શકે. પરંતુ તેની જગ્યાએ સોનુ સૂદ અને ફિલ્મ સ્ટાર નોરા ફતેહી શો જજ કરશે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં એક સૂત્રએ કહ્યું કે, ‘તેણી (માધુરી) ની જગ્યા લેવામાં આવી રહી નથી, તે ફક્ત 4 એપિસોડ્સ માટે જ શોમાં નહીં આવે.’

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *