આ છે ટીવી ની 10 એક્ટ્રેસ જે પોતાના પતિ ના ઉમર થી મોટી છે

કહે છે પ્રેમ આંધળો હોય છે. જ્યારે બે દિલ પોતાના મળી જાય છે તો કંઈ પણ બીજું દેખાતું નથી. ના પૈસા, ના ઉમર, ના જાતિ અને ના ધર્મ. ટીવીની ઘણી એવી એક્ટ્રેસ છે જેમણે ખુદ થી નાના ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. યુવિકા ચૌધરી, સનાયા ઈરાની, કિશ્વર મર્ચન્ટ, ભારતી સિંહ, માહી વિજ સહિત ઘણી એક્ટ્રેસ છે. જેમણે પ્રેમમાં ઉમર ની પરવા કરી નથી પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા.

યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા હેપિલી મેંરિડ છે. બંને લોકડાઉનમાં એક બીજા સાથે ક્વોલિટી સમય વિતાવી રહ્યા છે. ફેન્સને બંનેની જોડી ખૂબ ગમે છે પરંતુ શું તમે જાણો છો કે પ્રિન્સ નરુલા તેની પત્ની યુવિકા કરતા સાત વર્ષ નાના છે. પ્રિન્સ-યુવિકા વચ્ચે 7 વર્ષનો ફર્ક છે. જ્યારે પ્રિન્સ 29 વર્ષનો છે, જ્યારે તે યુવિકા 36 વર્ષની છે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ ટેલિવિઝનના પ્રખ્યાત યુગલોમાંના એક છે. કપલે 16 ડિસેમ્બર 2016 ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટએ એકબીજા સાથે વર્ષો વિતાવ્યા. જે બાદ બંનેના લગ્ન થયાં. સુયેશ કિશ્વર મર્ચન્ટ કરતા 8 વર્ષ નાના છે.

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની જોડી દર્શક ને ખુબ પસંદ છે. કોમેડીની દુનિયામાં બંને છવાયેલા છે. ભારતીએ 3 ડિસેમ્બર 2017 ના રોજ હર્ષ સાથે લગ્ન કર્યા. હર્ષ કોમેડી શોના લેખક રહી ચૂક્યા છે. 2014 થી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતી સિંહ હર્ષ લિંબાચિયા કરતા 8 વર્ષ મોટી છે.

કરણવીર બોહરા હાલમાં પત્ની તીજે સાથે ક્વોરેન્ટાઇનમાં છે. તે તેની પત્નીને બાળકોની સંભાળ અને ઘરના કામમાં ખૂબ મદદ કરે છે. તમને જણાવી દઈએ કે કરણવીર તેની પત્ની તીજે સિદ્ધુ કરતા બે વર્ષ નાના છે. વર્ષ 2006 માં લગ્ન કરનારા આ દંપતીને બે જોડિયા પુત્રીઓ છે. આ કપલ ઘણીવાર સોશ્યલ મીડિયા પર પણ તેમની સુંદર તસવીરો શેર કરે છે.

અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી ટીવીના આઇડલ કપલમાંથી એક છે. અર્ચના માત્ર પરમીતથી સાત વર્ષ મોટી નથી, પરંતુ તે તેના થી મોટી સ્ટાર પણ રહી છે. આ હોવા છતાં, આ દંપતી વચ્ચેનું બંધન ખૂબ જ મજબૂત છે. ચાર વર્ષ લિવ ઈન માં રહ્યા પછી વર્ષ 1992 માં બંને એ લગ્ન કરી લીધા હતા.

મોહિત સહગલ અને સનાયા ઈરાનીને ટીવી ઉદ્યોગના સુંદર કપલ કહેવામાં આવે છે. આ કપલે વર્ષ 2016 માં લગ્ન કર્યાં હતાં. સનાયા મોહિત કરતા બે વર્ષ મોટી છે. આ કપલે સાત વર્ષ ડેટિંગ બાદ 2016 માં લગ્ન કર્યાં હતાં.

2013 માં શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. શ્વેતા તિવારી તેના બીજા પતિ કરતા એક વર્ષ મોટી છે. શ્વેતા અને અભિનવ વચ્ચે છૂટાછેડા થઇ ચુક્યા છે. થોડા દિવસો પહેલા શ્વેતાએ અભિનવ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો.

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહની જોડી પણ ચર્ચામાં રહે છે. બંને જુડવા બાળકો ના માતા-પિતા છે. આ જોડીએ 2013 માં સિક્રેટ લગ્ન કર્યા હતા. કાશ્મિરાના આ બીજા લગ્ન છે અને તે કૃષ્ણથી 2 વર્ષ મોટી છે.

જય ભાનુશાળી અને માહીવિજ ત્રણ બાળકોનાં માતા-પિતા છે. તેઓએ બે બાળકોને દત્તક લીધા છે. તે જ સમયે, આ દંપતી એક વર્ષ પહેલા જ માતા પિતા બન્યા હતા. જય અને માહી એક પાર્ટીમાં મળ્યા. બંનેએ નવેમ્બર 2011 માં લગ્ન કર્યાં હતાં. માહી જય કરતા બે વર્ષ મોટી છે.

તનાઝ અને બખ્તિયાર ઈરાનીએ પણ પ્રેમમાં ઉમરની પરવાહ કરી નથી. 2007 માં કપલે લગ્ન કર્યાં હતાં. તનાઝ તેના પતિ કરતા 7 વર્ષ મોટી છે. આ દંપતીને બે બાળકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *