1958 માં એક નાની એવી ચકલી ના કારણે ચીન માં થઇ હતી ભયાનક તબાહી, એ ચકલી પાછળ નું કારણ પણ છે ખુબ જ ચોંકાવનારું

એ સત્ય છે કે 1958માં ચકલી ના કારણે તેમને ઘણીજ નુકસાનીનો સામનો કરવો પડયો હતો અને લગભગ અઢી કરોડ લોકો મરી ગયા. પરંતુ તેમાં ભૂલ ચકલીની ન હતી પરંતુ ભૂલ માણસની હતી.

આપણે હંમેશા વિચારીએ છીએ કે જંતુઓ ભયાનક છે અથવા તો આપણી આસપાસના પશુ પક્ષી છે તે આપણા શું કામ આવે છે? તે વસ્તુ ખરેખર બેકાર છે અને તેને જીવવા મળવાથી આપણને શું ફરક પડે છે?

પરંતુ ભગવાને કોઈપણ વસ્તુ ફાલતુ માં બનાવી નથી. કોઈપણ વસ્તુ નકામી હોતી નથી તે બધી જ વસ્તુઓ મદદગાર હોય છે.

આપણી આસપાસ ના બધા જ જીવિત જીવ પ્રકૃતિ માં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. કોઈપણ જીવનું લુપ્ત થઈ જવું, કોઈના કોઈ પુરી પ્રકૃતિ ના સંતુલન ને બગાડે છે. જ્યારે આપણે પછી પરિણામ ભોગવવા પડે છે તો સમજમાં આવે છે કે તે જીવ આપણા દોસ્ત પણ છે અને આપણા અસ્તિત્વ ને બચાવી રાખવા માટે જરૂરી પણ છે.

વાત છે 1958 જ્યારે ચીનના માઓ જેનડોન્ગ એ ચીનમાં એક અભિયાન શરૂ કરાવ્યું હતું જેને ફોર પેટ્સ કેમપેઇન નામ આપવામાં આવ્યું હતું.

જેમાં મચ્છર, માખી, ઉંદર અને ચકલીને મારવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે ચકલીઓ ખેતી નું બધું જ અનાજ ખાઇ જાય છે. એટલા માટે તેને મારવું ખૂબ જ જરૂરી છે. મચ્છર, માખી અને ઉંદર ના નુકસાન તો બધાને જ ખબર જ છે કે મચ્છર મલેરિયાના ફેલાવે છે. માખી ઓ અને ઉંદરો અલગ અલગ કઈ ને કઈ ફેલાવે છે. તેમની સફાઈ કરવી માણસોના હિતમાં હતું.

ચીન માટે એ સમય ક્રાંતિકારીઓએ જનતાની વચ્ચે આ અભિયાનને એક આંદોલન ની જેમ ચલાવ્યું. લોકો વાસણ તેમજ દ્રમ વગાડી વગાડીને ચકલીઓ ને ઉડાડતા રહેતા અને લોકોની પૂરી કોશિશ હતી કે ચકલીઓને ખાવાનું ન મળે અને બેસવાની જગ્યા ન મળે. તેનાથી ચકલીઓ ત્યાં સુધી ઉડતી અને છેલ્લે થાકીને પડી જતી અને તેને મારી નાખવામાં આવતી.

આ પ્રકારે શોધી શોધીને તેમના ઈંડાઓ ફોડી નાખવામાં આવ્યા અને આ પ્રકારે તેમની ક્રૂરતા નો શિકાર ચકલી તેમજ તેના નાના નાના બાળકો ને પણ થવું પડ્યું,

હાલત એ હતી કે જે વ્યક્તિ જેટલી ચકલીઓને મારતો હતો તેને સ્કૂલ કોલેજ તેમજ આયોજનોમાં મેડલ અને ઇનામ આપવામાં આવતા હતા,

ચકલીઓને એ વાત સમજમાં આવી ગઈ હતી કે હવે તેમના માટે કોઈ પણ સુરક્ષિત જગ્યા નથી એટલા માટે એકવાર ઘણી બધી જ ચકલીઓ ઝુંડ બનાવીને પોલેન્ડના દૂતાવાસ માં જઈને સંતાઈ ગઈ પરંતુ ચકલીઓને મારવાવાળા ત્યાં પહોંચી ગયા અને તેમના માથા ઉપર લોહી સવાર હતું. તેમના દૂતને ઘેરી લેવામાં આવ્યું અને એટલા દ્રમ વગાડ્યા કે ઉડતા ઉડતા થાકવા ઉપર બધી જ ચકલી પડી ને મરવા લાગી.

હવે ચીનના લોકો ઘણાં જ ખુશ હતા કે તેમનું અનાજ ખાવાની ચકલીઓ થી છુટકારો મળી ગયો છે અને હવે અનાજ સુરક્ષિત રહેશે. પરંતુ તે સુરક્ષિત રહ્યું નહીં પરંતુ બધું જ ઉંધુ થયું.

આગળના બે વર્ષ આવતા આવતા ૧૯૬૦ સુધી લોકોને ખબર પડી ગઈ હતી કે તે લોકો એ કેટલી મોટી ભૂલ કરી હતી કે ચકલીઓ અનાજ ખાતી ન હતી પરંતુ તે કીડાઓ ખાઈ જતી હતી. જે અનાજની ઉપજને ખરાબ કરવાનું કામ કરે છે.

ચકલીના મરી જવાથી પરિણામ એ આવ્યું કે અનાજ ની ઉપજ વધવાની જગ્યાએ ઝડપથી ઓછી થવા લાગી બાકીના જીવજંતુઓની સંખ્યા ઝડપથી વધવા લાગી અને તેમની આબાદી ઉપર લગામ લગાવવું ઘણું જ મુશ્કેલ થઈ ગયું. ઉત્પાદન ખરાબ થઈ ગયા ને ઘણી જ ખરાબ રીતે દુકાળ પડી ગયો અને આ દુકાળમાં અઢી કરોડ લોકો મરી ગયા.

માઓ જેનડોન્ગ ને હવે પોતાની ભૂલ સમજ માં આવી ચૂકી હતી કે પ્રકૃતિ સાથે રમત કરવું કેટલું ભારે પડી શકે છે.

ચકલીઓ જોઈએ તો આમ જ લુપ્ત થતી જઈ રહી છે. કેમકે તે ઈલેકટ્રીક તરંગો અને સહન કરી શકતી નથી. હજુ આપણે તેમને પાણી અને અનાજ આપીશું તો લગભગ તે થોડોક સમય સુધી વધુ આપણી સાથે રહેશે. નહિતર તેમની સંખ્યામાં ઝડપથી ઓછી થતી રહી છે.હાલાત એ છે કે ઈંડાઓ 15 દિવસમાં બાળકો નીકળતા હતા હવે તેમના ઈંડાઓ થી બચ્ચા નીકળવામાં એક મહિનાનો સમય લાગી રહ્યો છે.

ઉમ્મીદ છે કે આ ઘટના એ બધાને કંઈકને કંઈક શીખવાડયું હશે અને ચકલીઓનું ધ્યાન રાખશો.

વારંવાર બધાને અપીલ છે કે પોતાની આસપાસ તેમના માટે પાણી અને ભોજનની વ્યવસ્થા રાખો જેનાથી ચકલીઓ ઘરમાં ચિઠ્ઠી કરતી રહે અને ખુશીઓ આવતી રહે.

આ વાંચ્યા પછી તમે શું કહેવા માંગો છો. અને તમારો પણ અભિપ્રાય અમને જરૂર થી કમેન્ટ માં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *