આ બૉલીવુડ ડાયરેકટર્સ એ એક્ટર્સ ને આપી મોંઘી ભેટ, અમિતાભ બચ્ચન વાળી છે ખુબજ ખાસ

આ બૉલીવુડ ડાયરેકટર્સ એ એક્ટર્સ ને આપી મોંઘી ભેટ, અમિતાભ બચ્ચન વાળી છે ખુબજ ખાસ

બોલીવુડમાં ડાયરેક્ટર અને અભિનેતાઓ વચ્ચે ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ સેટ પર ઘણો સમય એક સાથે વિતાવે છે, પરંતુ તેમની ફી સિવાય ડિરેક્ટર ઘણી વાર અભિનેતાઓને મોંઘી ગિફ્ટ આપે છે, જો તેમને કામ ગમે તો. આ સામાન્ય નહીં પરંતુ લક્ઝરી ભેટ હોય છે.

રમેશ સિપ્પી- અમિતાભ બચ્ચન

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રમેશ સિપ્પીને આજના સમયમાં કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી મોટી ફિલ્મો બનાવી છે. જો આપણે ફિલ્મ ‘સત્તે પે સત્તા’ વિશે વાત કરીએ તો તે અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ સફળ થયા પછી ડિરેક્ટર સિપ્પીએ બિગ બીને ફીની જગ્યાએ ‘જલસા’ બંગલો ગિફ્ટ કર્યો. આજના સમયમાં પણ બિગ પરિવાર સાથે અહીં રહે છે.

રોહિત શેટ્ટી-અજય દેવગન

અજય દેવગનના જન્મદિવસ પર રોહિત શેટ્ટીએ તેમને એક વ્યક્તિગત સ્પોર્ટસ કાર ભેટમાં આપી હતી. જેની કિંમત લગભગ 1 કરોડ છે. તે સમયની વાત હતી જ્યારે તે ‘ઓલ ધ બેસ્ટ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં અજયે એક પાત્ર ભજવ્યું હતું જે કારને કસ્ટમાઇઝ કરવા માટે બિઝનેસ કરે છે.

રોહિત શેટ્ટી-રણવીર

રોહિતે તાજેતરમાં રણવીર સિંહને તેના જન્મદિવસની ભેટ રૂપે 8 લાખની ઘડિયાળ ભેટ કરી છે. તે સમયે બંને સિમ્બા ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. અભિનેતાએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

વિપુલ શાહ-અક્ષય કુમાર

ફિલ્મ ‘એક્શન રિપ્લે’ ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર 1975 ની જૂની ક્લાસિક ઘડિયાળ પહેરેલ જોવા મળ્યા હતા. આ ઘડિયાળ તેમને ડિરેક્ટર વિપુલ શાહે ભેટ આપી હતી. તેની કિંમત લગભગ 18 લાખ છે.

વિધુ વિનોદ ચોપડા-અમિતાભ બચ્ચન

દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાએ ‘એકલવ્ય’ ફિલ્મમાં કામ કરવા માટે અબિતાભ બચ્ચનને 3 કરોડની રોલ્સ રોયસ કાર ભેટમાં આપી હતી. ખરેખર, તે આ ફિલ્મમાં બિગ બીના અભિનયથી ખૂબ જ ખુશ હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી નહતી.

સાજિદ નડિયાદવાલા-સલમાન ખાન

સલમાન ખાને આ પ્રકારની ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ તેને ડિરેક્ટર સાજિદ નડિયાદવાલા સાથે ખાસ લગાવ છે. બંનેએ ફિલ્મ ‘કિક’ માં સાથે કામ કર્યું હતું. ફિલ્મની અપાર સફળતા બાદ ડિરેક્ટર સાજીદે સલમાન ખાનને રોલ્સ રોયસ કાર ગિફ્ટ આપી હતી. આ કારની હાલની કિંમત 3 કરોડ છે. તે સલમાન ખાનની પસંદીદા કારોમાંની એક છે.

સંજય લીલા ભણસાલી-દીપિકા પાદુકોણ

ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી એ દીપિકા પાદુકોણ ને ખુશ થઈને ફિલ્મ ‘પદ્માવત’ ના જોહર વાળા સીન ની ડ્રેસ ગિફ્ટ કરી દીધી. જેમની કિંમત 20 લાખ રૂપિયા છે.

આદિત્ય ચોપડા-રાની મુખર્જી

2012 માં, આદિત્યએ રાની મુખર્જીને 1.25 કરોડ રૂપિયાની કાર ગિફ્ટ કરી હતી.

કરણ જોહર-કેટરિના કૈફ

કરણે કેટરિનાને ફિલ્મ ‘અગ્નિપથ’ માં તેના ડાન્સ માટે એક નવી નવી ફેરારી ભેટ આપી હતી. આ કારની કિંમત 2.5 કરોડ હતી.

કરણ જોહર-આલિયા ભટ્ટ

બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સને સફળ બનાવવા માટે કરણ જોહર જવાબદાર છે. કરણે આલિયા ભટ્ટને તેના જન્મદિવસ પ્રસંગે સૌથી સુંદર અને ખર્ચાળ કલંચ ગિફ્ટ તરીકે આપી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *