ભીમ સામે પરાજય નો સ્વાદ ચાખ્યા પછી દુર્યોધન એ શ્રીકૃષ્ણ ને કહી હતી આ ત્રણ ભૂલો

ભીમ સામે પરાજય નો સ્વાદ ચાખ્યા પછી દુર્યોધન એ શ્રીકૃષ્ણ ને કહી હતી આ ત્રણ ભૂલો

મહાભારત યુદ્ધના અંતિમ દિવસોમાં ભીમ અને દુર્યોધનનું યુદ્ધ થયું. ભીમના પ્રહારથી દુર્યોધન ઘાયલ થયો હતો. હાર્યા પછી દુર્યોધન ઉભો થઈ શક્યો નહીં. તે સમયે તે ત્રણ આંગળીઓ બતાવીને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દુર્યોધનની હાલત કથળી હતી. આ કારણે તે સરખી રીતે બોલી શકતો ન હતો, આ જોઈને શ્રી કૃષ્ણ તેમની પાસે ગયા.

દુર્યોધને શ્રીકૃષ્ણે કહ્યું કે તેણે ત્રણ મોટી ભૂલો કરી હતી, જેના કારણે તે આ યુદ્ધ હારી ગયો હતો. દુર્યોધને શ્રી કૃષ્ણને કહ્યું કે મેં પહેલી ભૂલ એ કરી હતી કે મેં સ્વયં નારાયણ એટલે તમને નઈ, પણ તમારી નારાયણી સેના પસંદ કરી. આ પછી, દુર્યોધને બીજી ભૂલ કહી કે જ્યારે મને માતા ગાંધારી દ્વારા નગ્ન અવસ્થામાં બોલાવવામાં આવ્યો હતા, ત્યારે મેં કમરની નીચે પાંદડા લપેટીને ગયો હતો. જો હું નગ્ન અવસ્થામાં ગયો હોત, તો આખું શરીર વજ્ર ની જેમ થઈ ગયું હોત અને કોઈ મને હરાવી શકત નહી.

અંતે, દુર્યોધને કહ્યું કે તેની ત્રીજી ભૂલ એ હતી કે તે યુદ્ધના અંતમાં આગળ આવ્યો હતો. જો તે યુદ્ધની શરૂઆતમાં આગળ આવ્યો હોત, તો કૌરવ નો રાજવંશ બચી શક્યો હોત.

દુર્યોધનની આ બધી વાતો સાંભળ્યા પછી શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે તમારી હારનો સૌથી મોટું કારણ તમારું અધર્મ આચરણ હતું. દુર્યોધન તમે એક ભરી સભામાં કુલવધુ દ્રૌપદીના વસ્ત્રો હરણ કર્યા હતા. આ કાર્ય તમારા વિનાશ માટેનું એક કારણ છે. તમે આવી અનેક મોટી ભૂલો કરી છે જે તમારી પરાજયનું મુખ્ય કારણ બની છે.

મહાભારતનો શીખ એ છે કે આપણે હર હાલ માં અધર્મથી બચવું જોઈએ, હંમેશાં સ્ત્રીઓને માન આપવું જોઈએ. બીજાને પરેશાન કરવા જોઈએ નહિ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *