પ્રેરક કથા : એક યુવક નિરાશ થઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેને ત્યાં એક સંત મળ્યા, તેણે તેને સમજાવ્યો કે ખરાબ સમય માં તારે શું કરવું જોઈએ

પ્રેરક કથા : એક યુવક નિરાશ થઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેને ત્યાં એક સંત મળ્યા, તેણે તેને સમજાવ્યો કે ખરાબ સમય માં તારે શું કરવું જોઈએ

એક વ્યક્તિ પોતાના જીવન માં ઘણું સંઘર્ષ કરી ચુક્યો હતો. લાખ કોશિશ કરવા છતાં પણ તેને કામ નહોતું મળી રહ્યું. તે કારણે તે નિરાશ થઇ ગયો અને જંગલ માં જઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં તેને એક સંત મળ્યા. સંત એ તેને સવાલ કર્યો કે જંગલ માં એકલો શું કરી રહ્યો છે.

યુવક એ તે સંત ને કહ્યું કે મારા જીવન માં ઘણી સમસ્યા છે.

સંત એ કહ્યું કે તને કોઈ કામ જરૂર મળી જશે. તારે આ રીતે નિરાશ ના થવું જોઈએ. તે યુવકે સંત ને કહ્યું કે હું મારા જીવન માં હાર માની ચુક્યો છું. હવે હું કઈ પણ નથી કરી શકું તેમ.

સંત એ કહ્યું કે હું તને એક કહાની સંભળાવું છું. હોઈ શકે કે તારી આ નિરાશા દૂર થઇ જાય.

એક છોકરાએ વાસ અને કેક્ટ્સ નો છોડ ઉગાડ્યો. તે રોજે બંને છોડનું ધ્યાન રાખતો હતો. છોડ ઉગાડ્યા ના એક વર્ષ વીતી ચૂક્યું હતું. કેક્ટ્સ નો છોડ ઉગવા લાગ્યો હતો. પરંતુ વાસ નો છોડ નાનો હતો. પરંતુ છોકરો નિરાશ થઇ ગયો. તેણે બંને છોડનું ધ્યાન રાખ્યું હતું.

થોડા સમય પછી વાસ નો છોડ ખુબજ સારો થવા લાગ્યો અને કેક્ટ્સ ના છોડ થી ખુબજ મોટો થઇ ગયો કેમ કે વાસ નો છોડ શરૂવાત માં પોતાનું મૂળ મજબૂત કરી રહ્યું હતું. એટલા માટે તેને ઉગવામાં થોડો સમય લાગ્યો.

સંત એ તે વ્યક્તિ ને કહ્યું કે જયારે પણ જીવન માં મુશ્કેલી આવે ત્યારે પોતાના મૂળ ને મજબૂત કરવું જોઈએ. ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ. જો આપણું મૂળ મજબૂત હશે તો આપણે ફટાફટ લક્ષ સુધી પહોંચી શકીશું. યુવક ને તે સંત ની વાત સમજ આવી ગઈ અને તેણે આત્મ હત્યા કરવાનો નિર્ણય બદલી નાખ્યો.

સીખ

જે લોકો પોતાના જીવન માં હાર માની લે છે તે લોકો ક્યારેય પણ સફળ થઇ શકતા નથી. આપણે જીવન માં ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ. મુશ્કેલીઓ નો હંમેશા સામનો કરવો જોઈએ. કોઈ પણ મુશ્કેલી મોટી નથી હોતી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *