એક્ટિંગ ના સિવાય બિજનેસ માં પણ સક્સેસફુલ છે આ બૉલીવુડ ની અભિનેત્રી, ઘણી કંપની ની છે માલકીન

એક્ટિંગ ના સિવાય બિજનેસ માં પણ સક્સેસફુલ છે આ બૉલીવુડ ની અભિનેત્રી, ઘણી કંપની ની છે માલકીન

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ સુંદર હોવાની સાથેજ બિજનેસ માઈન્ડ પણ રાખે છે. આ અભિનેત્રીઓ ફક્ત ફિલ્મોમાં તેમના અભિનયથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ સાથેજ ઘણી કંપનીઓની માલકીન પણ છે. તેમનો બિજનેસ પણ એક્ટિંગ કરિયર ની જેમજ સક્સેસફુલ છે. આ યાદીમાં એક કરતાં વધુ અભિનેત્રીઓના નામ શામેલ છે જેમણે ફિલ્મી કેરિયર તેમજ બિજનેસમાં તેમનો સિક્કો જમાવ્યો છે.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડની ઠુમકા ગર્લ શિલ્પા શેટ્ટી માત્ર ફિલ્મોમાં જ સફળ રહી નથી, પરંતુ યોગ વીડિયો રજૂ કરીને લોકોને જાગૃત પણ કરે છે. શિલ્પા ફિલ્મ પ્રોડ્યુસર અને પ્રોડક્શન કંપનીની માલકીન પણ છે. આ સિવાય તે આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની માલકીન રહી ચૂકી છે. સ્પા અને સલૂન ચેનની માલકીન હોવા સાથે, શિલ્પા યોગ અને ફિટનેસ વેન્ચર ની માલકીન પણ છે. શિલ્પા ફિલ્મો ના મોટા પડદા થી દૂર છે, પરંતુ ઘણા રિયાલિટી શોના માં જજ રહી ચૂકી છે.

પ્રીતિ ઝીંટા

ડિમ્પલ ગર્લ પ્રીતિ માત્ર એક સુંદર અભિનેત્રી જ નહીં પણ એક સફળ બિઝનેસ વુમન પણ છે. પ્રીતિ આઈપીએલ ક્રિકેટ ટીમો કિંગ્સ ઇલેવન પંજાબની માલકીન છે. આ સિવાય પ્રીતિ ઝિન્ટા અનેક આંતરરાષ્ટ્રીય મેગેજીન માટે કોલમ પણ લખે છે. ઉપરાંત, પ્રીતિ ઘણા બિજનેસ વેન્ચર હેન્ડલ કરે છે અને તે ખૂબ સફળ પણ છે.

મલાઈકા અરોડા

મલાઇકા અરોરા પણ સ્ક્રીન પર તેના આઈટમ ગીતો સાથે એક સફળ બિઝનેસવુમન છે. મલાઇકા ભાગ્યે જ મોટા પડદે જોવા મળે છે, પરંતુ તે ઘણા રિયાલિટી શોના જજ અને ફેશન એડિટર છે. મલાઈકા અરોરા ઓનલાઇન ફેશન એસેસરીઝ પ્રદાન કરતી કંપની લેબલ લાઇફની કો-ઓનર પણ છે.

સુષ્મિતા સેન

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સ સુષ્મિતા સેન તેની અભિનય સિવાય ઘણાં બિજનેસ વેન્ડર સંભાળવા માટે પણ જાણીતી છે. સુષ્મિતા સેન તંત્રા એન્ટરટેઇન્મેન્ટ પ્રોડક્શન હાઉસની માલિક છે. તે એક જ્વેલરી બ્રાન્ડની પણ માલિક છે, જેના સ્ટોર્સ ભારતની સાથે દુબઈમાં પણ ખુલ્લા છે. આ સિવાય સુષ્મિતા ઘણી હોટલો અને સ્પાની માલકીન છે.

લારા દત્તા

પૂર્વ મિસ યુનિવર્સ અને મિસ કોંટિનેંટલ બ્યૂટી ક્વીન લારા દત્તા પણ એક સફળ બિઝનેસવુમન છે. લારા દત્તા હવે મોટા પડદે જોવા મળતી નથી, પરંતુ તે એક ફિલ્મ નિર્માતા પણ છે અને ભીગી બસંતી ફિલ્મ પ્રોડક્શન હાઉસની માલિક છે. આ સિવાય તે ફિમેલ ફલોડિંગ બ્રાન્ડની માલકીન છે. લારા દત્તાએ ફિટનેસનાં અનેક પુસ્તકો પણ બહાર પાડ્યાં છે.

ટ્વિંકલ ખન્ના

અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના ઘણી હિટ ફિલ્મો તો આપી શકી નહિ, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટ્વિંકલ કદાચ સ્ક્રીન પર હિટ ન રહી હોય, પરંતુ તે ઘણા સફળ બિજનેસ ની માલકીન છે. ટ્વિંકલ એ ઘણા દેશોમાં કેન્ડલ એકપૉર્ટ કરતી કંપનીની માલકીન છે. વ્હાઇટ વિંડોની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કંપનીની માલિક હોવા ઉપરાંત, તે ફિલ્મ પ્રોડક્શન કંપની ગ્રેજીંગ ગોટ પિક્ચર્સની માલકીન છે. એટલું જ નહીં, ટ્વિંક ખન્ના રાઇટર પણ છે અને તેની નવલકથા મિસ ફનીબોસ 2015 ની શ્રેષ્ઠ સેલિંગ માંથી એક હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *