અનુપમાથી લઈને રાખી દવે સુધી, ક્યારેક આવા દેખાતા હતા અનુપમાના આ કલાકાર, જુઓ પેહલા અને અત્યારની તસવીરો

સિરિયલ ‘અનુપમા’ સ્ટાર પ્લસ પર ઘણો ધૂમ મચાવી રહી છે. શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં ‘અનુપમા’માં અનુજ અને અનુપમાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ‘અનુપમા’ની કાસ્ટની જૂની તસવીરો ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે, જેને જોઈને તેમને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. રૂપાલી ગાંગુલીથી લઈને મદાલસા શર્મા સુધી દરેકનો લુક સમયની સાથે બદલાઈ ગયો છે. તો ચાલો એક નજર કરીએ તે તસવીરો.

રૂપાલી ગાંગુલી

રૂપાલી ગાંગુલીએ મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ‘અંગારા’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલીને જોઈને તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.

સુધાંશુ પાંડે

‘અનુપમા’ના વનરાજ એટલે કે સુધાંશુ પાંડેએ પણ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. એક સમયે તે હેન્ડસમ હંકની યાદીમાં પણ સામેલ હતો.

ગૌરવ ખન્ના

સીરીયલ ‘કુમકુમ’ થી પોતાના કરિયરની શરૂઆત કરનાર ગૌરવ ખન્નાએ અનુજ બનીને લોકો પર અમીટ છાપ છોડી છે. જૂના ફોટોગ્રાફ્સમાં તેમને ઓળખવું પણ ઘણું મુશ્કેલ છે.

મદાલસા શર્મા

‘અનુપમા’ની કાવ્યા એટલે કે મદાલસા શર્માએ પોતાના કરિયરમાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પહેલા પણ ગ્લેમરસ હતી અને આજે પણ તેની સ્ટાઈલ કોઈથી ઓછી નથી.

અલ્પના બુચ

‘અનુપમા’માં બાનું પાત્ર ભલે ગમે તેટલું હોય, પરંતુ તેની જૂની તસવીર જોઈને કોઈપણ તેના પર ફિદા થઇ જશો. તેના એક ફોટોમાં બા એક મોડલથી ઓછા દેખાતા ન હતા.

તસ્નીમ શેખ

અભિનેત્રી તસ્નીમ શેખ એક એવી અભિનેત્રી છે, જેનો લુક બહુ બદલાયો નથી. તે પહેલા જેટલી સુંદર હતી તેટલી જ હવે તે વધુ સુંદર છે.

પારસ કાલનાવત

પારસ કાલનાવતની બાળપણની તસવીર પણ ચર્ચામાં છે. આ સિવાય કરિયરના શરૂઆતના દિવસોના ફોટામાં પણ તેને ઓળખવો મુશ્કેલ છે.

નિધિ શાહ

નિધિ શાહનું પરિવર્તન પણ આશ્ચર્યજનક છે. પરંતુ સમયની સાથે અભિનેત્રી વધુ સુંદર બનતી ગઈ. પોતાના દેખાવથી તે મોટી અભિનેત્રીઓને પણ પછાડી શકે છે.

આશિષ મેહરોત્રા

તોશુ એટલે કે ‘અનુપમા’ના આશિષ મેહરોત્રાનો લુક પણ પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. તેમણે લોકો પર પોતાની છાપ છોડવામાં પણ કોઈ કસર છોડી નથી.

અરવિંદ વૈદ્ય

‘અનુપમા’ના બાપુજી એક એવું પાત્ર છે જે બધાને ગમે છે. શોમાં તેની સાદગી અને વિચારની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *