ડિમ્પલ કપાડિયા થી મીરા રાજપૂત સુધી, કોઈ 17 તો કોઈ 22 વર્ષની ઉંમરમાં બની માતા

જેનેલિયા ડિસોઝાઃ બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે, જેમણે 27 વર્ષની ઉંમરમાં પોતાના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જેનેલિયાએ વર્ષ 2012માં અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળી છે.

ભાગ્યશ્રીઃ અભિનેત્રી ભાગ્યશ્રીએ 1989માં સલમાન ખાન સાથેની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તે માત્ર 19 વર્ષની હતી ત્યારે તેણે બિઝનેસમેન હિમાલયા દાસાની સાથે લગ્ન કર્યા હતા. 22 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીએ પુત્ર અભિમન્યુ દાસાનીને જન્મ આપ્યો હતો.

મીરા રાજપૂત: મીરા રાજપૂતે વર્ષ 2015માં બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર સાથે સાત ફેરા લીધા હતા. તે સમયે મીરા માત્ર 20 વર્ષની હતી. મીરાએ 22 વર્ષની ઉંમરે દીકરી મીશા કપૂરને જન્મ આપ્યો હતો. આજે મીરા અને શાહિદ બે બાળકોના માતા-પિતા બની ગયા છે.

ડિમ્પલ કપાડિયાઃ ડિમ્પલ કપાડિયાએ માત્ર 16 વર્ષની નાની ઉંમરમાં બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ત્યાં સુધીમાં ડિમ્પલની પહેલી ફિલ્મ ‘બોબી’ પણ રિલીઝ થઈ નહોતી. તે જ સમયે, ડિમ્પલ લગ્નના એક વર્ષમાં એટલે કે 17 વર્ષની ઉંમરે મોટી પુત્રી ટ્વિંકલ ખન્નાની માતા બની હતી. બંને દીકરીઓના જન્મના લગભગ 10 વર્ષ પછી ડિમ્પલે બોલિવૂડમાં કમબેક કર્યું.

નીતુ કપૂરઃ આ યાદીમાં અભિનેત્રી નીતુ કપૂરનું નામ પણ આવે છે જેમણે વર્ષ 1980માં ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી તેણે ઘણા વર્ષો સુધી ફિલ્મોમાં કામ કર્યું ન હતું. નીતુ માત્ર 22 વર્ષની વયે પુત્રી રિદ્ધિમા કપૂરની માતા બની હતી.

Leave a Reply

Your email address will not be published.