14 હજાર સ્કવેયર ફૂટ માં ફેલાયેલું છે ગૌરી ખાન નો વિદેશી બંગલો, કોઈ જન્નત થી ઓછો નથી આ વીલા

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. તે અભિનેત્રીની સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. ગુરુવારે તે પોતાનો 50 મો જન્મદિવસ મનાવી રહી છે. તેમના જન્મદિવસના પ્રસંગે, તે તેમની લક્ઝરી લાઇફને લગતી વાતો જણાવી રહ્યા છીએ. તેમની પાસે માત્ર મુંબઇ જ નહીં દુબઈમાં પણ છે. તેનો બંગલો ‘મન્નત’ દરેકના દિલ જીતી લે છે. એવામાં તેમના દુબઇ વાળા વીલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ગૌરી ખાનના દુબઈ ઘરનું નામ ‘સિગ્નેચર’ છે, અને તે કોઈ સ્વર્ગથી ઓછું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈના પામ જુમેરાહમાં એક સુંદર વિલાની કિંમત 200 કરોડ હોવાનું કહેવામાં આવે છે.

વિલા 8,500 ચોરસફૂટના ક્ષેત્રમાં ફેલાયેલો છે. આ આખો પ્લોટ 14,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. તે સમુદ્ર પર એક કૃત્રિમ ટાપુ છે.

કહેવાય છે કે વિલાને સપ્ટેમ્બર 2007 માં દુબઈના પ્રોપર્ટી ડેવલપરે ભેટ આપી હતી. આ લક્ઝુરિયસ વિલામાં 6 સુંદર બેડરૂમ અને 2 રીમોટ કંટ્રોલ ગેરેજ પણ છે.

આ વિલામાં ખૂબ સુંદર પૂલ અને ખાનગી બીચ પણ છે. જ્યાં બીચની રમતો માણી શકાય છે. આ વિલાનું ઈન્ટિરિયર ખુદ શાહરૂખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે.

વર્ષ 2016 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરીએ તેના વિલા વિશે ખુલાસો કર્યો હતો કે, દુબઈના વિલાની બહાર તે ખૂબ જ સુંદર દૃશ્ય ધરાવે છે. તેને તે ખૂબ જ ગમે છે. તેણે કહ્યું હતું કે, ‘અમને દુબઇ જવું ગમે છે અને અમે અહીં અવારનવાર આવતા જ રહીએ છીએ’.

શાહરૂખના ઘરે ફરાહ ખાનની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *