12 વર્ષની છોકરીએ ઉભો કર્યો સાબુ નો બિઝનેસ, મોટા ભાઈઓને પણ આપ્યો રોજગાર !

આ સાંભળીને તમે માનો કે ન માનો, પરંતુ અમેરિકામાં એક નાની છોકરીએ 12 વર્ષની ઉંમરમાં પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. આ યુવતીનું નામ એલેક્સિસ કેપ્પા છે અને તે પોતાના હેન્ડમેઇડ સોપ બિઝનેસમાંથી દર મહિને 76 હજાર રૂપિયાથી વધુ કમાય છે. એલેક્સિસ એ ઉંમરે પૈસા કમાઈ રહી છે જ્યારે માતા-પિતા પાસેથી પૈસા માંગવાનો સમય આવે છે.

તેણે નાની ઉંમરે તેની પ્રતિભાને ઓળખી અને 2021 ની શરૂઆતમાં પોતાનો સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી આ યુવતીએ પોતાની મહેનતથી સારી એવી કમાણી શરૂ કરી છે. તમે પણ આ છોકરીની કહાનીમાંથી પ્રેરણા લઈ શકો છો કારણ કે તે ખૂબ જ નાની ઉંમરે આત્મનિર્ભર બની ગઈ છે.

માતાના પૈસાથી શરૂ કર્યો બિઝનેસ

ધ સનના રિપોર્ટ અનુસાર, 12 વર્ષની એલેક્સિસે તેના બિઝનેસ માટે તેની માતા કેટી પાસેથી લગભગ 25,000 રૂપિયા ઉધાર લીધા હતા. તે પછી તેણે પોતાનું કામ શરૂ કર્યું. તેણે પહેલા જ મહિનામાં તેની માતાને તેના પૈસા પણ પરત કરી દીધા કારણ કે લોકોને તેના દ્વારા બનાવેલો સાબુ પસંદ આવ્યો હતો. હવે એલેક્સિસે મીણબત્તીઓ અને સુગર સ્ક્રબ બનાવવાનો પોતાનો વ્યવસાય પણ વિસ્તાર્યો છે. એટલું જ નહીં, તેણે પોતાનાથી મોટા બે ભાઈઓને પણ કર્મચારી તરીકે રાખ્યા છે. તેમની ઉંમર 14 અને 16 વર્ષની છે. યુવતીએ પોતાના ઘરના ગેરેજને પોતાનો વર્કશોપ બનાવી લીધો છે.

પોતાના કામ પ્રત્યે ખૂબ જ સિરિયસ

એલેક્સિસની માતા કેટી કહે છે કે તેમની દીકરીમાં શરૂઆતથી જ બિઝનેસ કરવાના ગુણ હતા. તે પણ બોસ વલણ ધરાવે છે. તે દર મહિને 70 બેચ તૈયાર કરે છે અને લોકોની માંગ પર ગિફ્ટ બાસ્કેટ પણ બનાવે છે. એલેક્સિસ અને તેના ભાઈને ત્વચાની સમસ્યા છે. આવી સ્થિતિમાં કોઈએ તેને ઘરે બનાવેલા સાબુથી નહાવાની સલાહ આપી. જેમ જેમ એલેક્સિસ આ સાબુ બનાવવાનું શીખી ગઈ અને તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેણી તેના કમાયેલા નાણાંનો ઉપયોગ ચેરિટી અને વ્યવસાય માટે સપ્લાય કરવા માટે કરે છે. હાલમાં, ક્રિસમસ પર, એલેક્સિસે 10 લોકોના પરિવાર માટે ક્રિસમસ ભેટ પણ ખરીદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *