પતિ ની જોનસ ની આ આદતને ને પ્રિયંકા ચોપડા માને છે ‘અજીબ’, સવારે ઉઠતા જ બેડરૂમ માં કરે છે આ કામ

બોલિવૂડની સુંદર અને દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની બીજી લગ્ન જયંતીની ઉજવણી કરી રહી છે. તેણે અમેરિકન ગાયક નિક જોનાસ સાથે 1 અને 2 ડિસેમ્બર, 2018 માં અલગ રિવાજોમાં લગ્ન કર્યા. લગ્ન પૂર્વે બંનેએ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી હતી. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી, પ્રિયંકા ચોપડા પણ તેમના વિશે અનેક મજાની વાતો કહેતી રહે છે.

પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે અને સવારે ઉઠ્યા પછી બેડરૂમમાં તે પહેલા શું કરે છે તે અંગે આ વાતનો ખુલાસો કર્યો છે. પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે એક ભારતીય અંગ્રેજી અખબાર સાથે વાત કરી હતી. તે દરમિયાન તેણે તેમના લગ્નથી નીક જોનાસ સંબંધિત ખાસ બાબતો વિશે ઘણી વાત કરી હતી. પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે ખૂબ રોમેન્ટિક વાતો કરી હતી.

પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે તેનો પતિ આખો સમય તેમના પ્રત્યે ખૂબ આકર્ષિત રહે છે અને દરરોજ તે તેનો ચહેરો જોવા માટે સવારે ઉઠે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “તે થોડું વિચિત્ર હોઈ શકે છે પરંતુ જ્યારે હું સૂઈ જાઉં ત્યારે નિક જોનાસ દરરોજ સવારે મારો ચહેરો જોવા માટે ઉઠે છે.” પ્રિયંકાએ વધુમાં કહ્યું, “જ્યારે નિક મને જુએ છે, ત્યારે હું કહું છું કે એક મિનિટ રાહ જુઓ, હું થોડો મેકઅપ કરી લવ.”

પ્રિયંકા ચોપડાએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ તે મને જુએ છે ત્યારે મને થોડું વિચિત્ર લાગે છે અને હું માત્ર એટલું જ કહું છું કે હવે મને ઊંઘ આવી ગઈ છે, પરંતુ તે હંમેશા મારી નિંદ્રાધીન આંખો જોતા કહે છે તે સુંદર અને મીઠી છે. આ જ તમે તમારા પતિ પાસે સાંભળવા માંગો છો. થોડું વિચિત્ર છે પરંતુ સારું છે. જો તેઓ ને પસંદ છે. તે હંમેશા મને કહે છે કે મને તેને જોવા દો. પ્રિયંકા ચોપડાએ વધુમાં કહ્યું કે, ‘હું મજાક નથી કરતી. ખરેખર સુંદર લાગે છે.’

આ સિવાય નિક જોનાસ વિશે પ્રિયંકા ચોપડા ઘણી વાર વધુ ખુલાસા કરે છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવનથી શાહી લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાવ્યો હતો. આ ચાર દિવસમાં કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *