સંત ઘરે ભિક્ષા માંગવા ગયા,અંદર થી એક નાની છોકરી આવી અને બોલી બાબા અમેં ગરીબ છીએ,અમારી પાસે તમને આપવા માટે કશું નથી, સંતે કહયુ ‘બેટી ખાલી હાથે નહી જાવ આંગણા માંથી માટી આપી દે’

કહેવાય છે કે છોકરા જે વાતાવરણ માં મોટા થાય છે તેને તેવા જ સંસ્કાર આવે છે. નાનપણ થીજ જો છોકરાઓ ને સારા સંસ્કાર મળે તો મોટા થઇ ને સારા માણસ બને છે અને સારા કામ પણ કરે છે. આપણે એક એવા પ્રેરક પ્રસંગ વિષે વાત કરીશું જેને વાંચીને તમે પણ બાળકો ને સારી વાતો સમજાવી શકો છો.

એક વાર એક સંત શિષ્ય ની સાથે ભિક્ષા માંગતા માંગતા એક ઘર ની બહાર પહોંચી ગયા. તેમણે ભિક્ષા માંગવા માટે અવાજ લગાવ્યો તો ઘર માંથી એક નાની બાળકી બહાર આવી. તેને સંત ને કહ્યું બાબા અમે ખુબ ગરીબ છીએ અમારી પાસે તમને આપવા માટે કશું નથી કૃપયા કરી ને તમે આગળ બીજે જાવ.

ત્યારપછી સંતે કહ્યું બેટા કોઈ દિવસ આપવા માટે ના નહિ કહેવાની. જો તમારી પાસે કશું નથી તો તમે તમારા આંગણા ની માટી માંથી થોડી માટી દાન કરી દો. બાળકી એ સંત ની વાત માની ને આંગણા માંથી થોડી માટી ની મુઠ્ઠી ભરી ને વાસણ માં નાખી દીધી.

આવું કર્યા પછી સંતે બાળકી ને આશીર્વાદ આપ્યો અને આગળ ચાલ્યા ગયા. થોડા આગળ ચાલ્યા પછી શિષ્યે ગુરુ ને પૂછ્યું ગુરુજી માટી પણ કઈ ભિક્ષા માં લેવાની વસ્તુ છે? તમે ભિક્ષા માં માટી કેમ લીધી?

સંતે કહ્યું કે તે અત્યારે નાની બાળકી છે. તે જો અત્યાર થી ના પાડતા શીખી જશે તો મોટા થઇ ને કોઈને પણ દાન નહિં આપે. આજે તેને મને માટી દાન માં આપી અને કાલે તેના મન માં દાન કરવાની ભાવના જાગૃત થશે અને જયારે તે મોટી થઇ ને સમર્થ થઇ જશે તો ફળફૂલ અને ધન પણ દાન કરી શકશે.

વાર્તા ની શીખ :

આ વાર્તા થી એ શીખ મળે છે કે નાનપણ થી જ બાળકો ને સારા સંસ્કાર આપવા જોઈએ તેને સારી સારી વાત જણાવવી જોઈએ, જેનાથી તે મોટા થઇ ને કોઈ ખરાબ કામ ના કરે. મોટા થઇ ને તે સારા કર્યો કરે અને સારા માણસ બને.

Leave a Reply

Your email address will not be published.