દિવ્યા ભારતી ની બહેન પણ કરે છે બોલીવુડમાં કામ, ખુબસુરતીમાં તેના કરતા નથી ઓછી

90 ના દાયકાની સુંદર અને સફળ અભિનેત્રી દિવ્યા ભારતી આજે આપણી સાથે નથી. 5 એપ્રિલ 1993 ના રોજ, અભિનેત્રીનું તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાંથી પડીને મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી ઘણા સવાલો ઉભા થયા હતા, પરંતુ આ ઘટના કેવી રીતે બની તે આજ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ રાજ પણ દિવ્યા સાથે ચાલ્યું ગયું.

દિવ્યાએ ખૂબ જ ઓછા સમયમાં સિનેમાની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેણે દિવાના, વિશ્વાત્મા, શોલા ઔર શબનમ, ક્ષત્રિય અને દિલ કા કસુર સહિતની 22 ફિલ્મોમાં કામ કર્યું હતું. દિવ્યાના નિધનને 27 વર્ષ થયા છે, પરંતુ ચાહકો હજી પણ તેમને યાદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રીની એક બહેન છે જે બોલીવુડમાં કામ કરે છે. તેની બહેનનું નામ કાયનાત અરોરા છે. તે દિવ્યાની કઝીન બહેન છે. જે સુંદરતાની દ્રષ્ટિએ દિવ્યાથી ઓછી નથી.

કાયનાત અરોરા વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો અમે તમને તેમના વિશે જણાવીએ. કાયનાતે 100 કરોડ બ્લોકબસ્ટર કોમેડી ફિલ્મ ગ્રાન્ડ મસ્તીથી ડેબ્યૂ કર્યું હતું. કાયનાત અરોરા નાનપણથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી, પરંતુ બોલિવૂડમાં તે સંપૂર્ણપણે સફળ રહી નથી.

આ દિવસોમાં તે અભિનયની દુનિયાથી દૂર છે. ફિલ્મમાં કાયનાતે તેની હિંમત અને મહાનતાથી દર્શકોને દિવાના બનાવ્યા હતા. કાયનાત અનેક એડ્સની સાથે ફિલ્મોમાં પણ જોવા મળી છે.

આ સિવાય કાયનાતે અક્ષયની ફિલ્મ ‘ખટ્ટા-મીઠા’ નો આઈટમ નંબર ‘આઈલા રે આયલા’ પણ કર્યું હતું. બોલિવૂડની ફિલ્મો ઉપરાંત કાયનાત પંજાબી, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

કાયનાતે 2015 ની મલયાલમ ફિલ્મ લૈલા ઓ લૈલામાં લૈલાની ભૂમિકા ભજવી હતી. એક અહેવાલ મુજબ, એક ઈન્ટરવ્યુમાં કાયનાતે દિવ્ય ભારતી વિશે કહ્યું હતું કે આવા પ્રખ્યાત સબંધી હોવું હંમેશા ફાયદાકારક નથી.

તેણે કહ્યું હતું કે ‘હું દિવ્ય ભારતીનો ખૂબ જ આદર કરું છું પરંતુ મને તેની મારી બહેન હોવાનો ફાયદો મળ્યો નથી પરંતુ ભાર વધી જાય છે તમે દિવ્યાની બહેન છો અને લોકો તમારી તુલના કરવાનું શરૂ કરે છે. બસ, આજકાલ કાયનાત અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સતત પોતાની તસવીરો પોસ્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published.