કળિયુગ ક્યારે અને કઈ રીતે થશે પૂર્ણ, કોના ઘરે થશે ભગવાન વિષ્ણુ નો કલ્કી અવતાર..

કળિયુગ ક્યારે અને કઈ રીતે થશે પૂર્ણ, કોના ઘરે થશે ભગવાન વિષ્ણુ નો કલ્કી અવતાર..

હિન્દૂ માન્યતાઓ અને પુરાણો ના અનુસાર સતયુગ, ત્રેતા અને દ્રાપરયુગ પછી હવે પૃથ્વી પર કલયુગ ચાલી રહ્યો છે. આ એવો યુગ છે જયારે ધરતી ઉપર પાપ વધી જશે અને લોકો ધર્મ ના રસ્તા ઉપર થી ભટકી જશે. આ યુગ માં અધર્મ ની બોલબાલા થશે અને તેમના અંત માટે ભગવાન વિષ્ણુ પોતાનો 10મોં અવતાર કલ્કી રૂપ માં એકવાર ફરી પૃથ્વી પર આવશે અને બધાજ પાપીઓ નો સંહાર કરશે. પુરાણો ના અનુસાર કળિયુગ ના પૂર્ણ થવાની સાથે ખુબજ મોટી ધારા થી લગાતાર વર્ષા થશે અને પુરી પૃથ્વી જળમગ્ન થઇ જશે. આ પ્રલય નો સમય હશે અને બધાજ પ્રાણીઓ નો અંત આવી જશે.

ત્યારબાદ 12 સૂર્ય એક સાથે ઉદય થશે જેના કારણે પૃથ્વી નું પાણી ફરી ઝડપથી સુકાવાનું શરુ થશે અને નવા જીવન ની પુષ્ઠભૂમિ તૈયાર થશે. એવામાં સવાલ છે કે કલયુગ ની ઉમર હજુ કેટલી છે અને કેટલા વર્ષો પછી આ યુગ પૂર્ણ થશે. હિન્દૂ ધર્મગ્રંથ ભવિષ્ય પુરાણ માં કહેવમાં આવ્યું છે કે અલગ અલગ યુગો ની અવધિ શું છે અને ક્યારે કલયુગ નો અંત થશે.

કલયુગ ક્યારે પૂર્ણ થશે? શું છે ગણતરી?

પુરાણ ના અનુસાર માનવ નો એક વર્ષ દેવતાઓ ના એક અહોરાત્ર એટલે કે દિવસ-રાત ના બરાબર થાય છે. તેમાં ઉત્તરાયણ ને દિવસ અને દક્ષિણાયન ને રાત કહેવામાં આવ્યું છે. એક સૂર્ય સંક્રાંતિ થી બીજી સંક્રાંતિ ની અવધિ ને સૌર માસ કહેવામાં આવે છે. આ માસ જોઈએ તો 30 અથવા 31 દિવસ નો હોય છે. એવામાં 12 સૌર માસ નું 1 સૌર વર્ષ જ દેવતાઓ નું એક અહોરાત્ર હોય છે. એવાજ 30 અહોરાત્ર દેવતાઓ ના એક માહ અને 12 માસ એક દિવ્ય વર્ષ કહેવામાં આવે છે. આજ દિવ્ય વર્ષ ના આધાર પર બધાજ યુગો ની અવધિ પર નિર્ધારિત છે. તેમના લિહાજ થી આ ગણના આ પ્રકારે છે.

સતયુગ – 4800 (દિવ્ય વર્ષ) એટલે 17,28,000 (સૌર વર્ષ)
ત્રેતાયુગ – 3600 (દિવ્ય વર્ષ) એટલે 12,96,100 (સૌર વર્ષ)
દ્રાપરયુગ – 2400 (દિવ્ય વર્ષ) એટલે 8,64,000 (સૌર વર્ષ)
કલયુગ – 1200 (દિવ્ય વર્ષ) એટલે 4,32,000 (સૌર વર્ષ)

આ કારણથી જોઈએ તો માનવામાં આવે છે કે કળિયુગ ના શરૂ થયા અત્યારે લગભગ 6000 વર્ષ થયા છે. એવા માં કળિયુગ ના લગભગ 4 લાખ વર્ષો ની અવધિ ને જોતા કહેવા માં આવી શકે છે કે તેને પૂર્ણ થવામાં હજુ ઘણો સમય બાકી છે.

કળિયુગ ના છેલ્લા વર્ષો માં આવશે ભગવાન વિષ્ણુ થશે કલ્કી અવતાર

માન્યતા છે કે પૃથ્વી પર જયારે પાપ અને આતંક ચરમ પર થશે ત્યારે ભગવાન વિષ્ણુ નો કલ્કી અવતાર થશે. ભગવાન વિષ્ણુ આ અવતાર સંભલ નામ ની જગ્યા પર વિષ્ણુયશા નામક વ્યક્તિ ના ઘરે થશે.

સમ્ભલગ્રામમુખ્યસ્ય બ્રહ્માણસ્ય મહાત્મન: ।
ભવને વિષ્ણુયશસ: કલ્કી: પ્રાદુર્ભવિષ્યતિ ।।

ભગવાન કલ્કી ત્યારે તેમના દેવદત્ત ઘોડા પર સવાર થઈને પોતાની વિશાલ તલવાર થી બધાજ પાપીઓ નો નાશ કરશે. ભગવાન કલ્કી ત્યારે ફક્ત ત્રણ દિવસ માં બધીજ પાપીઓ નો નાશ કરી દેશે. ભગવાન વિષ્ણુ ના દસમા અવતાર ની જો તિથિ કહેવામાં આવે છે, તેમના અનુસાર તે સાવન માસ ના શુક્લ પક્ષ ની પાંચમ તિથિ એ જન્મ લેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *