18 વર્ષની થઇ કરિશ્મા કપૂરની દીકરી સમાઇરા કપૂર, કરીના કપૂર ખાને આ રીતે વિશ કર્યો બર્થડે
બોલિવૂડ સ્ટાર કરિશ્મા કપૂરની દીકરી સમાયરા કપૂરે તેનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. જેની તસવીરો અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રી કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા કપૂરના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. જેમાં સમાયરા કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી. સમાયરા કપૂરના જન્મદિવસની ઉજવણીની આ તસવીરો તમે અહીં જોઈ શકો છો.
અભિનેત્રી કરિશ્મા કપૂરે તાજેતરમાં તેની પુત્રી સમાયરા કપૂરનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેની તસવીરો કરિશ્માએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
બોલિવૂડ ફિલ્મ સ્ટાર કરિશ્મા કપૂરે તેની દીકરી સમાયરા કપૂરના 18માં જન્મદિવસ પર ખૂબ જ મસ્તી કરી હતી. આ વાત સામે આવી છે, તે આ તસવીરો પરથી જાણી શકાય છે.
અભિનેત્રી કરિશ્મા કપૂરે તેની પુત્રી સમાયરાના જન્મદિવસ માટે ખૂબ જ ક્યૂટ ચોકલેટ કેકનો ઓર્ડર આપ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
અભિનેત્રી કરીના કપૂર ખાને પણ તેની ભત્રીજી સમાયરા કપૂરને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.
તેની ભત્રીજી સમાયરા કપૂરના જન્મદિવસ પર અભિનેત્રી કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર જૂની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં સમાયરા જેહ અલી ખાન સાથે રમતી જોવા મળી હતી.
અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેની પુત્રી સમાયરા કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે. તમે આ તસવીરો અહીં જોઈ શકો છો.