કેળા અને દૂધ સાથે ખાવું સારું કે નુકશાનદાયક, ક્યાંક તમે પણ નહિ કરી રહ્યા ને આવી ભૂલ

કેળા અને દૂધ સાથે ખાવું સારું કે નુકશાનદાયક, ક્યાંક તમે પણ નહિ કરી રહ્યા ને આવી ભૂલ

વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ કેળા નું સેવન ખૂબ ફાયદાકારક છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, તે ખૂબ શેક અથવા સ્મૂધિ બનાવવાનું પસંદ છે. પરંતુ દૂધ અને કેળુ એક સાથે ખાવાનું સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે, ઘણા પ્રશ્નો લોકોના મનમાં રહેલા હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તેનું સેવન કરવું તે યોગ્ય છે કે ખોટું.

સૌ પ્રથમ, તમને જણાવી દઈએ કે જો તમે કેળા અને દૂધ એક સાથે ખાતા હોવ તો થોડી શારીરિક કસરત પણ કરો. આ એટલા માટે છે કારણ કે દૂધમાં ચરબી હોય છે. જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો તે તમારું વજન વધારી શકે છે.

દૂધ સાથે કેળાનું સેવન બોડી બિલ્ડરો માટે એક સારો વિકલ્પ છે જે વજન વધારવા માંગે છે. પરંતુ, એ લોકોને સલાહ નથી આપવામાં આવતી જેમને અસ્થમા અને સ્વાશ લેવામાં તકલીફ હોય છે.

નિષ્ણાંતોના મતે કેળા અને દૂધ એક સાથે ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી. તેને ખાવાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે. તે સાઇનસની સમસ્યા પણ પેદા કરી શકે છે.

ડોકટરોનું કહેવું છે કે દૂધ અને કેળાનો ફાયદો મેળવવા માટે બંનેને સાથે ન ખાવું. કેળુ ખાધાના 20 મિનિટ પછી દૂધ પીવું વધુ ફાયદાકારક હોય છે. જો તમને ડેરી પ્રોડકટ સાથે કેળા ખાવાનું પસંદ હોય તો દૂધની જગ્યાએ દહીં ખાવું.

જો તમે ફક્ત કેળા અને દૂધ જ નું સેવન કરી રહ્યા હોવ, તો પછી એ ધ્યાન રાખવું કે તમે તેની સાથે અમુક પ્રકારના પ્રોટીન અથવા વિટામિન સ્રોતનો સમાવેશ કરો. ઉદાહરણ તરીકે, તમે કેળા અને દૂધ સાથે ઇંડા, ચણા, સોયાબીન, રાજમા, દાળ વગેરે ખાઈ શકો છો.

ઘણા લોકો કેળાનું મિલ શેક પીવે છે પરંતુ આયુર્વેદ અનુસાર આ ખોટું છે. કાં કેળું ખાઈ અને દૂધ પીવું અથવા દૂધ પીવું અને કેળા ખાવ. બંનેને મિક્ષ ના કરો.

દૂધ અને કેળાનું સેવન ક્યારેય ખાલી પેટ ન કરવું જોઈએ. સવારના નાસ્તા પછી તમે 20 મિનિટના અંતરે કેળા અને દૂધ લઇ શકો છો.

રાત્રે સૂતા પહેલા તમે કેળા ખાઈ શકો છો. આનાથી સારી ઊંઘ આવે છે અને રાત્રે ભૂખ નથી લગતી, પણ જો તમને અસ્થમા, શરદી, ઉધરસ ની સમસ્યા હોય તો સાંજે કે રાત્રે કેળા ન ખાઓ.

ડિસ્ક્લેમર : આ લેખ માં નિહિત કોઈ પણ જાણકારી/ગણના/સામગ્રી ની સટીકતા અથવા વિશ્વસનીયતા ની ગેરંટી નથી. આ માહિતી વિભિન્ન માધ્યમોં દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો મુખ્ય ઉદેશ્ય ફક્ત સૂચના પહોંચાડવાનો છે, તેમના ઉપયોગકર્તા એ તેમને ફક્ત સૂચના સમજીને લેવી જોઈએ. તેના સિવાય તેમના કોઈ પણ ઉપયોગ ની જવાબદારી સ્વયં ઉપયોગ કર્તા ની રહેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *