શું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે

શું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે

સૌથી પહેલા આપણે જાણી લઈએ કે કિસમિસ શું છે? કિસમિસ ની ખરેખર બે પ્રજાતિઓ હોય છે. જેમાં આપણે એક સાદી કિસમિસ અને બીજી કાળી કિસમિસ હોય છે. જોવા જઈએ તો બંને અલગ પ્રજાતિ સાથે બંને ના અલગ અલગ ગુણધર્મો પણ છે. સાદી કિસમિસ માં કોઈપણ જાતના બીજ હોતા નથી, જ્યારે કાળી કિસમીસ માં બે થી ત્રણ બીજ મળી રહે છે. કાળી કિસમિસ સાદી કિસમિસ કરતા બે થી ત્રણ ગણી મોટી પણ હોય છે અને તે સાદી કિસમિસ કરતા થોડી મોંઘી પણ હોય છે. તો ચાલો જાણીએ તેને થતા લાભો વિશે…

આયુર્વેદમાં કાળી કિસમિસના ઔષધિ ગુણ થી ભરપુર કહેવામાં આવી છે. તેની પ્રકૃતિ અથવા તાસીર ગરમ હોય છે તે ઘણા રોગો માટે દવાના રૂપમાં કામમાં લેવામાં આવે છે.

શરદી ઉધરસ જો થઈ જાય તો રાત્રે સુતા પહેલા દૂધમાં બે થી ત્રણ કાળી કિસમિસ ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ. જો શરદી અથવા તો ઉધરસ જૂની થઇ ગઇ હોય તો આવું અઠવાડિયા સુધી દૂધમાં પીતા રહેવું જોઈએ. શરદી અને ઉધરસ થવા ઉપર રાત્રે કાળી કિસમિસને સુતા પહેલા બીયા કાઢી ને દૂધમાં ઉકાળીને લઈ લો.

આંખો માટે કાળી કિસમિસ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં બીટા કેરોટીન રહેલું હોય છે તેનું રોજ સેવન કરવાથી આખો નું તેજ વધે છે. કાળી કિસમિસ રાત્રે પલાળીને રાખી દો અને સવારે ઊઠીને તેનું સેવન કરો.

બાળકોમાં વધુમાં જોવામાં આવે છે કે તે વારંવાર બીમાર પડી જતા હોય છે. એવામાં જો દિવસમાં પાંચથી છ કાળી કિસમિસ નું રોજએ સેવન કરી લે તો તેમનું શરીર સ્વસ્થ રહે છે. સાથે જ તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

હંમેશા આપણે જોઈએ છે કે લોકોને ગળામાં પરેશાની જોવા મળે છે. ગળામાં બળતરા થવી અને ખજવાળ થતી રહેતી હોય છે. કાળી કિસમિસ માં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે એટલા માટે કાળી કિસમિસ ખાવાથી ગળા ના બધા જ રોગ દૂર થાય છે. રાત્રે કાળી કિસમિસ પલાળીને સવારે ઊઠીને તેમનું સેવન કરવું જોઈએ.

જુના તાવમાં 10 કાળી કિસમિસ એક અંજીરની સાથે સવારે પાણીમાં પલાળીને રાખી દો. રાત્રે સુતા પહેલા કાળી કિસમિસ અને અંજીર ને દૂધ સાથે ઉકાળી લો અને સેવન કરો. આવું ત્રણ દિવસ કરો જૂનો તાવ સારો થઈ જશે.

રાત્રે સુતા પહેલા દસ કાળી કિસમિસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે તેને દૂધ સાથે ઉકાળી ને લો અને હળવું ઠંડુ કરીને પી લો. તેના નિયમિત સેવનથી લોહીમાં વધારો થશે. જો તમે તેને દૂધની સાથે લેવા નથી માંગતા તો સારી રીતે ચાવીને પણ ખાઈ શકો છો.

કાળી કિસમિસ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે. જેના કારણે કાળી કિસમિસ ખાવાથી તમારા હાડકાં મજબૂત બનશે. તે તમને ગઠીયા, ઓસ્ટીઓપોરોસીસ જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.

કાળી કિસમિસ માં રહેલ આયરન અને સાથે જ બી-કોમ્પલેક્સ વિટામિન, એનિમિયા ના ઈલાજ મા મદદગાર સાબિત થાય છે. કાળી કિસમિસ માં રહેલ કોપર લાલ રક્ત કોશિકાઓ ના ઉત્પાદનમાં મદદ કરે છે.

જો કોઈને કબજિયાતની સમસ્યા રહે છે તો તેમના માટે સાંજના સમયે 10 કાળી કિસમિસને સાફ કરીને ગ્લાસમાં દૂધમાં ઉકાળી લો. ત્યારબાદ રાત્રે સૂતા સમયે તેમના બીયા કાઢી નાખો અને કાલી કિસમિસ ખાઈ લો તથા ઉપરથી ગરમ દૂધ પી લો આ પ્રયોગ નિયમિત કરવાથી લાભ મળશે.

કાળી કિસમિસ માં રહેલ ઓલેક્રોલીક એસિડ અને ફાઈટોકેમિકલ મો અને દાંતને સુરક્ષિત રાખે છે અને તમારા દાંતને અનેક કેવિટી ના ડર થી પણ દૂર રાખે છે. કાલી કિસમિસ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે સાથે જ તે દાંતોમાં બેક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે. તેમના સિવાય કાળી દ્રાક્ષમાં રહેલ બોરાન મોમા રોગાણુ ના નિર્માણને ઓછું કરે છે.

કાળી કિસમિસના અન્ય ફાયદાઓ

ફેફસાના રોગ માં કાળી કિસમિસ ના તાજા અને સાફ 15 દાણા પાણીમાં સાફ કરીને રાત્રે 150 મિલી લીટર પાણીમાં પલાળી દો. સવારે તેમના બ બીયા કાઢીને તેમને એક એક કરીને ખુબ ચાવીને ખાઈ લો. બચેલા પાણીને થોડી ખાંડ મેળવી અથવા તો વગર ખાંડ મેળવી પી લો. તેમનું લગાતાર એક મહિના સુધી સેવન કરવાથી ફેફસાની કમજોરી તેમજ પેટમાં રહેલા ખરાબ પદાર્થોને નષ્ટ થઈ જશે.

પાણીમાં કાળી કિસમિસને ૮ થી ૧૦ દાણા રાત્રે પલાળીને રાખી દો. સવારે કાળી કિસમિસ ફૂલી જાય ત્યારે તેને ચાવીને ખાઈ લો રોજ સવારે તેને ખાવાથી મોમાં પડતા ચાંદા તેમજ જખમ સારા થઈ જાય છે.

મહિલાઓના માસિક ધર્મના કારણે લોહી ની ઓળખ થઇ જાય છે. તેમના માટે કાળી કિસમિસ ખૂબ જ ફાયદાકારક હોય છે કેમ કે કાલે ઓફિસમાં આઇરન નો મુખ્ય સ્ત્રોત છે અને કિસમિસ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ વધે છે.

જે બાળકોને રાત્રે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા હોય છે તેમણે બે કાળી દ્રાક્ષ ના દાણા રાત્રે એક અઠવાડિયા સુધી ખવડાવવાથી તે રાત્રે પથારી મા પેશાબ કરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.

તેમા પોટેશિયમની માત્રા અધિક હોય છે તે હાર્ટ અટેકની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે તે કેન્સર જેવી ગંભીર બીમારીઓમાંથી બચાવવામાં મદદ કરે છે.

કાળી કિસમિસના પાણી આપણા શરીરમાં મોજુદ ટોક્સિન કાઢીને તેને ડેટોક્સ કરે છે જેનાથી સ્કીન સ્વસ્થ અને ચમકદાર બને છે.

કાળી કિસમિસ

સાદી કિસમિસ

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સર્વ સામાન્ય છે. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટર તેમજ જાણકાર ની સલાહ લેવી જરૂરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *