દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે નીતા અંબાણી, એક ઘૂંટડા પાણીની કિંમત જાણીને રહી જશો હૈરાન
દેશની સૌથી શક્તિશાળી મહિલા નીતા અંબાણી પાસે રહેલી તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, જાણીએ.
દેશની સૌથી શક્તિશાળી મહિલા નીતા અંબાણી આજે કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની જીવનશૈલીને અનુસરે છે. નીતા અંબાણીની જીવનશૈલી પણ ઘણી અનોખી અને ખર્ચાળ છે. તેમની પાસે જે બધું છે તે ખૂબ મોંઘું છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, તેના વિશે જાણીએ.
નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ‘Acqua di Cristallo Tributo a Modigliani’ની બોટલમાંથી પાણી પીવે છે. આ વિશ્વની સૌથી મોંઘી બોટલોમાંની એક છે.
આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ સોનાની બનેલી છે. બોટલમાં જે પાણી મળે છે તે ફ્રાન્સ અથવા ફિજીનું છે.
એવું કહેવાય છે કે તેના પાણીમાં 5 ગ્રામ સોનાની રાખ પણ મિક્સ કરવામાં આવે છે, જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી જ આ બોટલની કિંમત આટલી વધારે છે.
વર્ષ 2010માં ‘Acqua di Cristallo Tributo a Modigliani’નું નામ ‘ગિનીસ બુક’માં સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવ્યું હતું.
આ બોટલને ફર્નાન્ડો અલ્ટામિરાનો દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તે એ જ ડિઝાઇનર છે જેણે વિશ્વની સૌથી મોંઘી બોટલ ‘કોગ્નેક ડુડોગન હેરિટેજ હેનરી IV’ ડિઝાઇન કરી હતી.
આ 750 ml બોટલની કિંમત લગભગ $60,000 છે. ભારતીય ચલણ અનુસાર, આ 750 ML પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ છે.