નદીની વચ્ચે ફસાયેલા 10 લોકોનો અટક્યો શ્વાસ, વાયુસેનાએ બચાવી જાન, જુઓ વિડીયો

આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. તાજેતરની ઘટનાઓ અનુસાર અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. 10 લોકો નદીમાં ફસાઈ ગયા. તેઓ સતત મદદ માટે આજીજી કરતા હતા.

આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાના Mi-17 એરક્રાફ્ટ દ્વારા આ લોકોને બચાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, હવામાન વિભાગે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. અહીં અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે એક કારમાં ચાર લોકો પુલ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુલ ઉપરથી પાણી વહી રહ્યું હતું. પરંતુ તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા. એકાએક કાર ધ્રૂજી ઉઠી. આ દરમિયાન લોકો મદદ માટે આજીજી કરવા લાગ્યા. તેમને બચાવવા માટે 6 લોકો જેસીબી સાથે સ્થાનિક કક્ષાએ પહોંચ્યા હતા. પરંતુ જેસીબી પણ પાણીમાં ફસાઈ ગયું હતું. આવી સ્થિતિમાં 10 લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા.

આ દરમિયાન કિનારા પર કેટલાક લોકોએ દોરડાની મદદથી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટરથી ચિત્રાવતી નદીમાં ફસાયેલા 10 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે આંધ્રપ્રદેશના અનેક તટીય જિલ્લાઓમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. નેલ્લોર, ચિત્તૂર, કડપા જિલ્લામાં છેલ્લા દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે, ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે.

વરસાદની સૌથી વધુ અસર ચિત્તૂર, કડપા અને નેલ્લોર જિલ્લામાં જોવા મળી રહી છે. આ જિલ્લાઓના ઘણા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, નદીની કેનાલો તૂટેલી છે. રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ કપાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પ્રશાસનની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. વહીવટી તંત્રએ સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે રહેવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *