ચાર દીકરીના જન્મ પછી તૂટી ગયું હતું પિતાનું દિલ, આજે એજ ચાર દીકરીઓ બૉલીવુડ પર કરે છે રાજ

એવું જરૂરી નથી કે દરેક ઘરમાં દીકરીના જન્મ પર ખુશી વ્યક્ત કરવામાં આવતી હોય. ખાસ કરીને જ્યારે એક પછી એક ઘરમાં ચાર દીકરીઓનો જન્મ થાય છે. આવી જ કહાની મોહન સિસ્ટર્સની છે, જ્યારે ચાર દીકરીઓ થયા પછી તેમના પિતા એક ક્ષણ માટે નિરાશ થઈ ગયા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એ જ દીકરીઓ આજે બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે. જો આપણે નીતિ મોહન વિશે વાત કરીએ તો, નીતિએ બોલિવૂડમાં એક કરતાં વધુ ફિલ્મોમાં ગીતો ગાયા છે. આજે તે બોલીવુડના પ્રખ્યાત ગાયકોની યાદીમાં સામેલ છે. આજે નીતિ મોહનના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેની બહેનો વિશે રસપ્રદ વાતો.

નીતિ મોહન

નીતિ મોહન આજકાલ બોલિવૂડના ટોચના ગાયકોમાંથી એક છે. આ સાથે તેણે ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કર્યા છે. તેમનો જન્મ 18 નવેમ્બર 1979ના રોજ થયો હતો. ચાર બહેનોમાં નીતિ સૌથી મોટી છે. તેણે પહેલીવાર ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ થી સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું.

શક્તિ મોહન

કોણ જાણતું હતું કે એક સમયે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને ડાન્સ દીવાને જેવા રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે ડાન્સ કરનાર શક્તિ મોહન બોલિવૂડના મોટા સ્ટાર્સને ડાન્સ કરાવશે. નંબર ટુ બહેન શક્તિ આજે ઘણા રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. આ સાથે તે બોલિવૂડ સ્ટાર્સને ડાન્સ પણ શીખવે છે.

મુક્તિ મોહન

ત્રીજા નંબરની બહેન મુક્તિ મોહન પણ તેની મોટી બહેનોથી ઓછી નથી. તેણે પોતાના કરિયરની શરૂઆત રિયાલિટી શો ‘જરા નચ કે દિખા’ માં સ્પર્ધક તરીકે કરી હતી. હવે તે તેની યુટ્યુબ ચેનલ પર કોરિયોગ્રાફી અને ડાન્સને લગતા વીડિયો મૂકે છે.

કૃતિ મોહન

મોહન બહેનોમાં સૌથી નાની બહેન, કૃતિને બોલિવૂડ સાથે કોઈ લેવાદેવા નથી. તે નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી. તેથી તેણે સોફ્ટવેર એન્જિનિયર તરીકેની કારકિર્દી પસંદ કરી. ખાસ વાત એ છે કે ચારેય બહેનો પોત-પોતાના ક્ષેત્રમાં ચમકી રહી છે અને આજે તેમના માતા-પિતા તેમના પર ગર્વ અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *