પરિક્રમા કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન નહીંતર નહીં મળે ફળ

પરિક્રમા કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન નહીંતર નહીં મળે ફળ

હિન્દુ ધર્મમાં પરિક્રમા ઘણી જ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ ની સાથે સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. પરંતુ ઘણી વખત આપણે જાણ્યા-અજાણ્યા માં આ દરમિયાન થોડી એવી ભૂલો કરી બેસીએ છીએ જેના ચાલતા આપણને શુભ ફળ મળી શકતું નથી. તો કઈ તે વસ્તુ છે જે આપણે પરિક્રમાના સમયે કરવાથી બચવું જોઈએ તો ચાલો જાણીએ.

પરિક્રમા કરતા સમયે તેમની સંખ્યા ઉપર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર અલગ અલગ દેવી-દેવતાઓના અનુસાર તેમની પરિક્રમા ની ગણતરી પણ અલગ હોય છે. જેમકે સૂર્યદેવની 7, શ્રી ગણેશની ચાર, ભગવાન વિષ્ણુ અને તેમના બધા જ અવતાર ની ચાર, દેવી દુર્ગાની એક, હનુમાનજીની ત્રણ, શિવજીની અડધી પરિક્રમા કરવી જોઈએ.

પરિક્રમા ને પ્રદક્ષિણા નામથી પણ ઓળખવામાં આવે છે. પરિક્રમા કરતા સમયે તેમની ગણતરીમાં ભૂલ હોવા પર પૂજા નું ફળ ખરાબ થઈ જાય છે તેનાથી વ્યક્તિને કોઈ કામ બની શકતું નથી.

ઘણા લોકો અજાણ્યા શિવ મંદિર જઈ ને પૂરી પરિક્રમા અથવા તો આખા ચક્કર લગાવે છે. પરંતુ શાસ્ત્રોના અનુસાર આવું કરવું ખોટું માનવામાં આવે છે. કેમકે માન્યતા છે કે જે જળ આપણે શિવલિંગ ઉપર ચઢાવીએ છીએ તે નીચે પડે છે અને તેમની ધારા વહેવા લાગે છે. એવામાં પુરી પ્રદક્ષિણા કરવા ઉપર આપણે તે જળને ઓળંગીએ છીએ જેનાથી ભોળાનાથ નું અપમાન થાય છે.

પરિક્રમા કરતાં સમયે ક્યારેય પણ તેમની શરૂઆત જમણે થી ના કરો. તે હંમેશા ડાબી તરફથી કરો કેમ કે જમણી બાજુએથી શરૂ કરવામાં આવેલી પ્રદક્ષિણા ઉંધી માનવામાં આવે છે. તેને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે.

પરિક્રમા કરતા સમયે ધ્યાન આપો કે મંદિરમાં ચક્કર લગાવો છો અથવા તો તે જગ્યા ઉપર ઉભા રહીને ફરો છો તો જાણી લો કે ઘણા ભગવાન ની પરિક્રમા તેમની સામે જ હોય છે. એવામાં જો આ નિયમોને તોડવામાં આવે તો પૂજાનું ફળ મળતું નથી.

પરિક્રમા કરતા સમયે ક્યારેય પણ કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. કેમકે તે નકારાત્મકતાનો પ્રતીક હોય છે જ્યારે પ્રદક્ષિણા થી સકારાત્મકતા મળે છે.

ભગવાન ની પરિક્રમા કરતા સમયે મંત્રોચ્ચારણ નું વિશેષ મહત્વ છે. તેનાથી લોકો ચક્કર લગાવતા સમયે મંત્ર નો જપ કરે છે. પરંતુ ઘણા લોકો મંત્રોનું ઉચ્ચારણ સરખી રીતે કરી શકતા નથી તેનાથી તેને પૂજા નું સંપૂર્ણ ફળ મળી શકતું નથી. ત્યારે મંત્ર વાંચતા સમયે તેમના ઉચ્ચારણો ઉપર ખાસ ધ્યાન રાખો.

મંદિરમાં પરિક્રમા કરતા સમયે ક્યારેય પણ ખાલી હાથ પરિક્રમા ન કરો. મંદિરમાં ચક્કર લગાવતા સમયે હાથમાં સિક્કા અથવા તો ચોખા રાખવા સારૂ હોય છે. કેમકે તેને પ્રદક્ષિણા પછી તમે પોતાની તિજોરીમાં રાખી લો તેનાથી ધનમાં વૃદ્ધિ મદદ મળશે.

પરિક્રમા કરતા સમયે ક્યારેય પણ દ્વેષ ભાવના રાખો તેનાથી તમને અશુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. તેનાથી તમારા કાર્યોમાં અડચણ પણ આવી શકે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *