જયારે ભગવાન ને કોઈ પ્રાર્થના કરવામાં આવે ત્યારે રાખવું જોઈએ આ 3 વાત નું ધ્યાન

જયારે ભગવાન ને કોઈ પ્રાર્થના કરવામાં આવે ત્યારે રાખવું જોઈએ આ 3 વાત નું ધ્યાન

ભગવાન ને ક્યારે, કઈ રીતે અને શું માંગવું જોઈએ એ સમજવું ખુબજ જરૂરી છે.

એકાંત અને એકલાપન નો અંતર સમજો, એકાંત માં પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચતી હોઈ છે.

પ્રાર્થના સીધા શબ્દો માં નિવેદન… જયારે સંસાર ના સમક્ષ ઝૂકીને આપણે કઈ માંગ્યે છીએ તો તે પ્રાર્થના નહિ, પરંતુ નિવેદન હોઈ છે. પરંતુ જયારે તે નિવેદન સંસાર ની પરે, પરમાત્મા ને મનાવવા માટે હોઈ તો પ્રાર્થના બની જાય છે.

વ્યાકરણ અને ગ્રંથો માં પ્રાર્થના ના ઘણા અર્થ બનાવવા માં આવ્યા છે, પ્રાર્થના એટલે કે પવિત્રતા ની સાથે કરવામાં આવેલ અર્ચન. પ્રાર્થના નો એક અર્થ પરમ ની કામના પણ છે.

જયારે મનુષ્ય સંસાર ની ધારા ને છોડી ને પરમાત્મા ની તરફ ઊંધો ચાલી નીકળે, સમજી લો કે મન માં પ્રાર્થના ઓછી થઇ ગઈ. જયારે બધીજ વાસનાઓ થી ઉઠીને જયારે આપણે ફક્ત પરમાનન્દ ને મેળવવા ની ચેષ્ટા કર્યે છીએ, પ્રાર્થના આપણી અંદર ગુંજવા લાગે છે.

પ્રાર્થના મંત્રો નું ઉચ્ચારણ માત્ર નથી, મન નો અવાજ છે, જે પરમાત્મા સુધી પહોંચે છે. જો મન થી નથી, તો તે માત્ર શબ્દ અને છંદ ભર છે. પ્રાર્થના ઉત્સ હૃદય છે. જો આપણે તેને મન થી નથી કરતા તો તે અવાજ ત્યાં સુધી પહોચતીજ નથી. જો ત્યાં સુધી વાત પહોંચાડવાની છે તો મુખ ને બંધ કરો અને હૃદય થી બોલો. તે મન નું સાંભળે છે, મુખ નું નહિ.

પ્રાર્થના નો પહેલો ફાયદો છે, વાસના થી પરે થઇ જવું. સંતો નું કહેવું છે કે વાસના જેનું એક નામ “એષણા” પણ છે. ત્રણ પ્રકાર ની હોઈ છે. પુત્રેષ્ણા, વીતેષણા અને લોકેષણા. સંતાન ની કામના ધન ની કામના, અને ખ્યાતિ ની કામના.

જયારે મનુષ્ય આ બધી ઉપર ઉઠીને ફક્ત પરમતત્વ ને મેળવવા માટે પરમાત્મા ની સામે ઉભો થાય છે, પ્રાર્થના ત્યારેજ ઘટે છે. તે પરમ ને મેળવવા ની ચાહ, આપણા ભીતર ગુંજતા શબ્દો ને મંત્ર બનાવે છે. ત્યાં મંત્ર ગૌણ થઇ જાય છે અને બધાજ અક્ષર મંત્ર થઇ જાય છે.

બીજો ફાયદો પ્રાર્થના એકલા માં ના કરવી જોઈએ, એકાંત માં કરવી જોઈએ. એકલાપણુ નથી, એકાંત હોઈ. બંને માં ઘણું આધ્યાત્મિક અંતર છે. એકલાપણુ અવસાદ ને જન્મ આપે છે, કેમ કે માણસ સંસાર થી તો વિમુખ થયો છે, પરંતુ પરમાત્મા થી સમુખ નથી ગયો. એકાંત નો અર્થ છે કે તમે બહાર ના આવરણ માં એકલા છો, પરંતુ અંદર પરમાત્મા સાથે. સંસાર થી વૈરાગ અને પરમાત્મા થી અનુરાગ, એકાંત ને જન્મ આપે છે. જયારે એક નો અંત આવી જાય. તમે એકલા છો પરંતુ પરમાત્મા નો પ્રેમ આવી ગયો છે તો સમજી લો કે તમારા જીવન માં એકાંત આવી ગયો છે. એટલા માટે એકલાપણા ને એકાંત માં બદલો, પછી પ્રાર્થના સ્વતઃ જન્મ લેશે.

પ્રાર્થના નો ત્રીજો ફાયદો જેમાં પરમાત્મા પાસે ફક્ત એવી માંગ હોઈ. પ્રાર્થના સાંસારિક સુખો ના માટે મંદિરો માં અરજીયા લાગવાનું નથી કહેતા, જયારે પરમાત્મા પાસે થી તેનેજ માંગી લેવામાં આવે. આપણા જીવન માં તેની પાસે પદાર્પણ ની માગ થાય જે પ્રાથના છે. જો તમે પ્રાર્થના માં સુખ માંગો છો તો સુખ આવશે, પરંતુ ઈશારે ખુદ ને તમારા જીવન માં નહિ ઉતારે. જયારે તમે પરમાત્મા ને તેનેજ તેના જીવન માં ઉતારવા માંગ કરશો તો તેની સાથે બધાજ સુખ હતા તેવાજ થઇ જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *