શું વાત છે! 50 હજાર ફોટોને લઈને પુણે ના આ છોકરાએ બનાવી ચાંદ ની અદભુત તસ્વીર, તમે પણ જોઈને રહી જશો હૈરાન

ચંદ્રની સુંદરતા બધાને આકર્ષિત કરે છે અને ચંદ્ર વિશેની બધી કવિતાઓ શેરો-શાયરી અને ન જાણે શું-શું બની ચૂક્યું છે, મહેબૂબ ની ચાંદ સાથે ની તુલના પણ કરવામાં આવી ચુકી છે. ચાંદની ખુબસુરત ઇમેજ આપણા દિલ અને દિમાગ માં છે. તે જ સમયે, પુણેનો એક 16 વર્ષિય છોકરો પ્રથમેશ જાજુ ચાંદના ખૂબ જ સુંદર તસવીરો ખેંચીને ખૂબ ચર્ચામાં છે, તેના ચંદ્રની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Prathamesh Jaju (@prathameshjaju)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રના ખૂબ જ સ્પષ્ટ અને રંગીન તસવીરો ક્લિક કરનારા પ્રથમેશ 50 હજારથી વધુ ફોટા ક્લિક કર્યા અને આ કામમાં લગભગ 186 જીબી ડેટાનો ઉપયોગ કર્યો.

પ્રથમેશ જાજુએ આ અનોખી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને હવે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જાજુએ તેનું નામ ‘એચડીઆર લાસ્ટ ક્વાર્ટર મિનરલ મૂન કમ્પોઝિટ’ રાખ્યું છે.

પ્રથમેશ જાજુએ કહ્યું કે, ‘મેં કેટલાક લેખો વાંચ્યા અને યુટ્યુબ પર વીડિયો જોયા. મેં ત્યાં આ ફોટા કેપ્ચર કરવા અને પ્રોસેસ કરવા વિશેની માહિતી એકઠી કરી. પ્રથમેશે કહ્યું કે તે એક એસ્ટ્રોફિઝિસ્ટ બનવા માંગે છે અને આ ક્ષણે એસ્ટ્રોફોટોગ્રાફી તેમના માટે શોખ છે.’

Photo Credite : prathameshjaju-Instagram

Leave a Reply

Your email address will not be published.