એક અહંકારી રાજકુમાર ને ગુરુકુળ મોકલવા માં આવ્યો, જયારે તે પહેલા દિવસે ભિક્ષા માંગવા માટે ગયો તો તેને કોઈ એ કઈ ના આપ્યું, આગળ ના દિવસે તેને થોડી ભિક્ષા મળી ગઈ, ત્યારે ગુરુ એ તેને સમજાવ્યો…

કોઈ દેશ માં એક રાજા રહેતો હતો, જે ખુબજ દયાવાન હતો અને હંમેશા પોતાની પ્રજા ને સુખ-દુઃખ માં તેમનો સાથ આપતો હતો. પ્રજા રાજા ને ખુબજ પસંદ કરતી હતી. રાજા ને એક દીકરો હતો, જે ખુબજ અહંકારી હતો. તે કારણે તે લોકો ને હેરાન પણ કરતો હતો.

એ રાજકુમાર મહેલ માં કામ કરતા લોકોની સાથે કુર વ્યવહાર પણ કરતો હતો. જયારે આ વાત રાજા ને ખબર પડી તો તે વિચારવા લાગ્યા કે પ્રજા આવા રાજા ને ક્યારેય પસંદ નહિ કરે. એટલે તેમણે તેમના ગુરુને બોલાવ્યા અને તેને બધીજ સમસ્યા વિષે વાત કરી.

ગુરુ એ કહ્યું કે રાજકુમારને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે મારી સાથે ગુરુકુળ મોકલી આપો. થોડાક દિવસો માં તેમના બધાજ દુર્ગુણ દૂર થઇ જશે. રાજા એ તેમના દીકરા ને ગુરુકુળ મોકલી દીધો. ગુરુકુળ માં પણ તેને રાજકુમાર હોવાનો અહંકાર હતો. પહેલા દિવસે જયારે ગુરુએ કહ્યું કે જાવો ગામ માં અને ભિક્ષા માંગો ત્યારે તેને ભિક્ષા માંગવા માટે ઇન્કાર કરી દીધો.

ગુરુ એ કહ્યું – જો તારે ગુરુકુળ માં રહેવું છે તો ભોજન ની વ્યવસ્થા તારેજ કરવી પડશે. નહીંતર તું ભૂખ્યો રહીશ. આખો દિવસ રાજકુમાર ભૂખ્યો રહ્યો અને આગળના દિવસે તેને પોતાના ભોજન માટે ભિક્ષા માંગવા માટે જવું પડ્યું. રાજકુમાર જે પણ ઘર માં ભિક્ષા માંગવા માટે જતો ત્યાં તેમને કંઈ પણ મળતું નહિ કેમ કે તે આગ્રહ ની જગ્યા એ આદેશ આપતો હતો.

બીજા દિવસે પણ રાજકુમાર ને ભૂખ્યું રહેવું પડ્યું. ત્યાર બાદ રાજકુમાર સમજી ગયો કે ભિક્ષા મેળવવા માટે મારે આગ્રહ કરવો પડશે. રાજુકુમાર એ લોકો પાસે આગ્રહ કર્યો અને તેને થોડુંક ભોજન મળી ગયું, કેમ કે તેમની ભાષા હજુ પણ કટુક હતી. ત્યાર બાદ તે સમજી ગયો કે જો હું મીઠી ભાષા બોલીશ તો મને ભિક્ષા મળી જશે. ધીમે ધીમે રાજકુમાર ના સ્વભાવ માં બદલાવ આવવા લાગ્યો.

તે આશ્રમ માં બધાજ લોકો સાથે પ્રેમ પૂર્વક વાત કરવા લાગ્યો. જયારે તેનો સ્વભાવ બદલી ગયો તો એક દિવસે તેમના ગુરુ એ તેને બગીચા માં લઈને ગયા. ગુરુ એ મીઠા ફળ ખાવા માટે આપ્યા અને તેમના ઘણાજ વખાણ કર્યા. ત્યાર બાદ ગુરુ એ તેમને લીમડાના પાંદડા દીધા, જેનાથી તેનું મોઢું કડવું થઇ ગયું. ત્યાર બાદ ગુરુ એ તેમને સમજ્યા કે લોકો ક્યારેય તેના પદ ના કારણે તેને સંમ્માન નથી કરતા, પરંતુ તેમને તમારા ગુણો ના કારણે તમને સમાજ માં માન સમ્માન મળે છે.

શીખ

તમે કેટલાય પણ ધનવાન કેમ ના હોવ કે કેટલાય ઉંચા પદ પર કેમ ના હોવ પરંતુ તમને સમ્માન ત્યારેજ મળે છે, જયારે તમે બીજાને સમ્માન આપો છો અને તેમની સાથે તમે પ્રેમ પૂર્વક અને સારો વ્યવહાર કરો છો

Leave a Reply

Your email address will not be published.