સવારે ઉઠ્યા પછી થી સુવા સુધી આ 5 મંત્રો નો જાપ થી બનેલી રહેશે સુખ-શાંતિ

સવારે ઉઠ્યા પછી થી સુવા સુધી આ 5 મંત્રો નો જાપ થી બનેલી રહેશે સુખ-શાંતિ

એવું કહેવામાં આવે છે કે સવારે બ્રહ્મમુહર્ત માં ઉઠવું જોઈએ અને રાત્રે જલ્દી સૂવું જોઈએ. સાથેજ એવું પણ કહેવામાં આવે છે કે જો સવાર ની શરૂઆત સારી થાય તો સંપૂર્ણ દિવસ સારો રહે છે. સકારાત્મક બનેલો રહે છે. શાસ્ત્રો માં સવારે જાગવા થી રાત્રે સુવા સુધી થોડાક મંત્રો બતાવવામાં આવ્યા છે. જો સાચા સમય પર તેનો જાપ કરવામાં આવે તો નકારાત્મક વિચાર ખતમ થઇ જાય છે. સકારાત્મક વિચારો નો નિવાસ થાય છે અને સફળતા મળવાની સંભાવના વધી જાય છે. તો ચાલો જાણીએ આ મંત્રો ના જાપ વિષે.

સવારે ઉઠવા થી લઈને સુતા સુધી આ 5 મંત્રો નો કરો જાપ

કર દર્શન મંત્ર

कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।

करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम॥

આપણી હથેળીઓમાં જ લક્ષ્મી, સરસ્વતી અને વિષ્ણુ નો વાસ માનવામાં આવે છે. એટલે સવારે જાગતાજ પોતાની હથેળી ને જુઓ અને આ મંત્ર નો જાપ કરો. આ ખુબજ ફળદાયક હોય છે.

સ્નાન મંત્ર

गंगे च यमुने चैव गोदावरी सरस्वति।

नर्मदे सिन्धु कावेरी जलऽस्मिन्सन्निधिं कुरु

સ્નાન કરતા સમયે બધીજ પવિત્ર તીર્થો અને નદીઓ નું ધ્યાન કરો અને આ મંત્ર નો જાપ કરો. આ મંત્ર થી ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી જેવી પવિત્ર નદીઓ નું સ્મરણ કરવામાં આવે છે.

સૂર્ય મંત્ર

ऊं सूर्याय नम:।

તાંબા ના લોટ થી સૂર્ય ને જળ ચઢાવવાતા સમયે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. આ મંત્ર ને 11, 21 અથવા 108 વાર કરવો જોઈએ.

ભોજન મંત્ર

ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।। ऊं शान्ति: शान्ति: शान्ति:।।

ભોજન કરતા પહેલા આ મંત્ર નો જાપ કરો. મંત્ર નો જાપ કરતા સમયે ખાવા માટે ભગવાનનો આભાર માનવો જોઈએ.

શયન મંત્ર

जले रक्षतु वाराहः स्थले रक्षतु वामनः।

अटव्यां नारसिंहश्च सर्वतः पातु केशवः।।

રોજે રાત્રે સુતા પહેલા આ મંત્ર નો જાપ કરવો જોઈએ. તમે ઈચ્છો તો તમે હનુમાન ચાલીસા અથવા પોતાના ઇષ્ટદેવ નો જાપ પણ કરી શકો છો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *