શું તમને ખબર છે શકુનિના પાસા તેમનું કહેવું શા માટે માનતા હતા અને આ જાદુઈ પાસા નું રહસ્ય શું હતું?

શું તમને ખબર છે શકુનિના પાસા તેમનું કહેવું શા માટે માનતા હતા અને આ જાદુઈ પાસા નું રહસ્ય શું હતું?

ગાંધાર દેશના રાજા ના સો પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીનું નામ ગાંધારી અને સૌથી નાના પુત્ર નું નામ શકુની હતું. જ્યોતિષીઓના અનુસાર ગાંધારીની જન્મકુંડળીમાં પ્રથમ પતિના મૃત્યુનો યોગ હતો. આ દુર્ઘટનાને ટાળવા માટે તેમણે એક સુઝાવ આપ્યો. ગાંધારી ના લગ્ન એક બકરી સાથે કરી દેવામાં આવે ત્યારબાદ તે બકરાને મારી નાખવામાં આવે. જેનાથી કુંડળીની બાધા સિદ્ધ થઈ જશે અને ત્યારબાદ ગાંધારીના બીજા લગ્ન કરી દેવામાં આવે અને એવું જ થયું.

જ્યારે ગાંધારી ના લગ્ન માટે ધૃતરાષ્ટ્ર આવ્યો હતો. શકુની ને તે જરાય પસંદ ન આવ્યો. શકુની નો મત હતો કે ધુતરાષ્ટ્ર જન્માંધ છે અને તેમનો બધો જ રાજપાટ તો તેમના ભાઈ પાંડુ જોવે છે. શકુનિ એ પોતાનો મત આપ્યો પરંતુ થવાને કોણ ટાળી શકાય છે. ગાંધારીના વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે થયા ને તે હસ્તિનાપુર આવી ગઈ.

કિસ્મતનો ખેલ ન જાણે ક્યાંથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ ને ગાંધારીના પ્રથમ વિવાહ ની ખબર પડી ગઈ. તેમને ખૂબ જ ક્રોધ આવ્યો કે આ વાત તેમનાથી છૂપાવવામાં કેમ આવી અને ગાંધારી એક રીતે વિધવા હતી આ વાતથી ચિડાઈને તેમણે ગાંધારીના પિતા સહિત સો ભાઈઓને પકડીને જેલમાં નાખી દીધા.

કેમ કે ધર્મના અનુસાર યુદ્ધ બંધી ઓ ને મારી શકાય નહીં. અંતે ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ ગાંધારીના પરિવારને ભૂખ્યા રાખીને મારવાનું વિચાર્યું એટલા માટે તે ગાંધારી ના બંધી પરિવારને રોજે એક મુઠ્ઠી અનાજ આપ્યા કરતા હતા. ગાંધારીના ભાઈ પિતા એ સમજી ગયા કે તે તેમને તડપાવી તડપાવી ને મારવાની યોજના છે. તેમણે નિર્ણય લીધો કે એક મુઠી અનાજ થી તો કોઇનું જીવન બચશે નહીં અંતે આપણે આ એક મુઠી અનાજ સૌથી નાના દીકરા શકુની ને ખવડાવવામાં આવે. આપણા માંથી એક ની તો જાન બચી જશે.

શકુનિના પાસા નું રહસ્ય

શકુની ના પિતા મરતા પહેલા તેમને કહ્યું કે મારા મર્યા પછી મારા હાડકા થી પાસા બનાવજે. આ પાસા હંમેશા તારી આજ્ઞા માનશે તને જુગારમાં કોઈ હરાવી શકશે નહીં. શકુનિ એ પોતાની આંખો સામે પોતાના ભાઈઓ પિતા ને મારતા જોયા હતા. શકુનિના મનમાં ધૃતરાષ્ટ્ર ના પ્રત્યે ખૂબ જ ઊંડી બદલાની ભાવના હતી.

બોલવામાં અને વ્યવહારમાં ચતુર શકુનિ એ પોતાની ચાલાકી થી પછી જેલમાંથી છૂટી ગયો અને દુર્યોધન ના પ્રિય મામા બની ગયો. આગળ ચાલીને આ પાસા ના પ્રયોગ કરીને શકુનિ એ પોતાના સૌ ભાઈઓ ના મોતનો બદલો દુર્યોધન અને તેમના સો ભાઈઓના વિનાશ ની યોજના બનાવીને દીધો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *