સિનેમા થી દૂર આધ્યાત્મ ની રાહ પર પોતાનું જીવન વિતાવી રહ્યા છે રામાનંદ સાગર ની સિરિયલ ના શ્રી કૃષ્ણ, જાણો ક્યાં છે

રામાનંદ સાગરની ટીવી સીરીયલ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણની ભૂમિકા નિભાવનાર દર્શકોની વચ્ચે પોતાની ઓળખ બનાવવા વાળા એક્ટર સર્વદમન ડી બેનર્જી ને કોઈ કઈ રીતે ભૂલી શકે. સર્વદમન બેનર્જી નો જન્મ 14 માર્ચ 1965 ઉન્નાવ ના મગરવાડામાં થયો હતો.

તેમણે પોતાની સ્કૂલનો અભ્યાસ કાનપુર ના સેંટ અલોસીયસ સ્કુલ થી કરી અને પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ થી ગ્રેજ્યુએટ કરી શિક્ષા મેળવી. સર્વદમન બેનરજીએ પોતાના કરિયરમાં હિન્દી, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમણે સાચી ઓળખ શ્રીકૃષ્ણના કિરદારમાં મળી.

શ્રીકૃષ્ણ સીરીયલ ના સિવાય તેમણે થોડાક વધુ આધ્યાત્મિક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. જેવા કે આદિ શંકરાચાર્ય, દત્તાત્રેય અને સ્વામી વિવેકાનંદ. શંકરાચાર્યને 1983માં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

છેલ્લીવાર સર્વદમન બેનર્જીને સુશાંત સિંહ રાજપૂત ની ફિલ્મ એમ એસ ધોની માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે ધોની ના કોચ ચંચલ ભટ્ટાચાર્ય રોલમાં હતાં. સર્વદમન બેનર્જી ને શ્રીકૃષ્ણના શિવાય અર્જુન, જય ગંગામૈયા અને ઓમ નમઃ શિવાયના સિરિયલમાં પણ કામ કર્યું હતું.

ભગવાન કૃષ્ણ નો શાનદાર રોલ કરવાવાળા સર્વદમન બેનર્જી હવે ઇન્ડસ્ટ્રી થી બહાર રહે છે. આજકાલ તે ઋષિકેશ માં છે. નદીઓ અને પહાડોની વચ્ચે સ્વર્ગનુમાં માહોલમાં સર્વદમન બેનર્જી પોતાનું એક મેડીટેશન સેન્ટર ચલાવે છે. દેશ વિદેશથી આવનારા લોકો અહીં યોગા અને મેડિટેશન ના લાભ ઉઠાવે છે.

તેમના સિવાય સર્વદમન નું એક પંખ નામનું એનજીઓ પણ છે. તેમના દ્વારા તે લગભગ 200 બાળકોનો અભ્યાસ અને ભણતર નું ધ્યાન રાખે છે અને ઉત્તરાખંડના 50 ગરીબ મહિલાઓને સારી જિંદગી વિતાવવા લાયક બનાવવા માટે કામની ટ્રેનિંગ પણ આપે છે.

તેમના મન માં આ ગ્લેમરસ દુનિયા છોડીને એક એવી જગ્યા ઉપર વસવાનું અને કામ કરવાનો ખ્યાલ કઈ રીતે અને ક્યારે આવ્યો તેમની પાછળ પણ એક દિલચસ્પ કહાની છે. સર્વદમન બેનર્જી કહે છે કે ગ્લેમરની દુનિયામાં ગ્લેમરસ છેજ નહિ અને તે જોવા વાળા માટે છે. તેમાં કામ કરવાવાળા લોકો માટે કોઈપણ ગ્લેમરસ નથી. અમારી આંખો ખરાબ થઈ ગઈ કૃષ્ણની શૂટિંગમાં તેજ રોશની માં કામ કરતા કરતા.

તેમણે કહ્યુ કે તેમના આધ્યાત્મિક એનર્જી બાળપણ થી જોર મારતી હતી. પાંચ વર્ષના હતા તો બોલતા ન હતા. લોકો વિચારતા હતા કે છોકરો મૂંગો છે પરંતુ અભ્યાસ અને ભણતર કરીને એક્ટિંગમાં આવ્યો અને આ શ્રીકૃષ્ણ વાળો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યારે તેમના મનમાં બધું જ અટકી ગયું. રામાનંદ સાગર ને હાથ જોડી લીધા અને કહ્યું મને માફ કરી દો આ મારો છેલ્લો પ્રોજેક્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *