કોઈ મહેલ થી ઓછું નથી સોનમ કપૂર નું આ દિલ્લી વાળું ઘર, અંદર થી કંઈક આવું દેખાય છે

કોઈ મહેલ થી ઓછું નથી સોનમ કપૂર નું આ દિલ્લી વાળું ઘર, અંદર થી કંઈક આવું દેખાય છે

બૉલીવુડ ની ફેશન ક્વીન સોનમ કપૂર આ દિવસોમાં પતિ આનંદ આહુજા ની સાથે દિલ્હીમાં રહી રહી છે.

જ્યાં હવે સોનમે પોતાના ઘરની થોડી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણે ફોટો શેર કરતા લખ્યું છે કે કોરોનટાઇન દરમિયાન સ્નેપશોટ. આ દરમિયાન પતિ સાથે પોતાના બેડરૂમમાં બેઠી નજર આવી રહી છે જેમાં તે બ્લૅક અને વાઇટ કલર નું નાઈટ શૂટ પહેરેલી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા ઉપર સોનમ કપૂરને તસવીરોની સાથે સાથે ફૈન્સ તેમના સસુરાલ વાળા ઘરના પણ દિવાના થઈ ગયા છે. ફેન્સ સોનમના ઘર ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તો ચાલો અમે તમને દેખાડીએ એક્ટ્રેસના ઘરની વધુ તસવીરો.

સોનમ કપૂર અને આનંદ આહુજા નું ઘર દિલ્હીના પોશ વિસ્તારમાં છે. અહીં તે પોતાના ફેમિલી સાથે રહે છે. આ ફોટોમાં જોઈ શકો છો આનંદ પોતાના ઘરના ગાર્ડનના યોગા કરી રહ્યા છે. પાછળ તેમનું શાનદાર ઘર નજર આવી રહ્યું છે. કહી દઈએ કે તેમનું ઘર ઘણા સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ છે સવારે આનંદ અને સોનમ અહીં ચાલવા માટે આવે છે.

સોનમ આનંદ એ પોતાના ઘરે ઘણા વૃક્ષો અને છોડ લગાવેલા છે. આ કપલને વૃક્ષો અને છોડ સાથે ખૂબ જ પ્રેમ છે.

સોનમ કપૂરે પોતાના બેડરૂમ ને પોતાની પસંદગીથી સજાવેલો છે અહીં તેમણે વધુ વાઈટ કલરનો ઉપયોગ કરેલો છે. સોનમ ને વાઇટ કલર ખૂબ જ પસંદ છે.

સોનમે પતિ આનંદ અહુંજા ના સ્ટડીરૂમ ની પણ ઘણી તસવીરો શેર કરી છે. જ્યાં બંને પુસ્તકો વાંચવા માટે જાય છે. કહી દઈએ કે સોનમ અને આનંદ ને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે. સ્ટડી રૂમની દીવાલો ને મોટી અને નાની પેઇન્ટિંગ સજાવી છે.

આ ફોટોમાં આનંદ પોતાના વર્ક રૂમ માં જ્યાં તે પોતાના કમ્પ્યૂટર પર પોતાનું કામ કરતા નજર આવી રહ્યા છે. તે રૂમ ખૂબ જ શાનદાર નજર આવી રહ્યો છે.

લોકડાઉનના ચાલતા સોનમ કપૂર ખાવાનું બનાવવાનું શીખી રહી છે. ઘણીવાર તેમણે પોતાના કિચન ની તસવીર શેર કરી. જ્યારે તે પોતાના ફેમિલી માટે કંઈક ને કંઈક બનાવતી નજર આવી છે. આ ફોટોમાં પોતાના કિચનમાં ભોજન બનાવી રહી છે અને ઘણી ખુશ નજર આવી રહી છે.

8 મેં 2018 સોનમ કપૂરે પોતાના બોયફ્રેન્ડ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. તમને કહી દઈએ કે વર્ષ 2014માં સોનમ કપૂર અને આનંદ આહુજા ની મુલાકાત થઈ હતી. આ મુલાકાતનો શ્રેય બંનેની કોમન ફ્રેન્ડ પરનીયા કુરેશી ને આપ્યો. પરનીયા બંને ની સારી ફ્રેન્ડ છે. સોનમ સાથે પહેલી મુલાકાત ના એક મહિના પછી આનંદ એ તેમને પ્રપોઝ કર્યો હતો. ત્યાર બાદ બંનેના સંબંધની શરૂઆત થઇ અને છેલ્લે મેં 2018માં કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *