બે મિત્રો ની પ્રેરણા દાયક કહાની : બે મિત્રો એક રણ થી પસાર થઇ રહ્યા હતા. વચ્ચે ના રસ્તા માં કોઈ વાત પર તેમના વચ્ચે ઝઘડો થઇ ગયો…

બે મિત્રો એક રણ થી પસાર થઇ રહ્યા હતા. વચ્ચે ના રસ્તા માં કોઈ વાત પર તેમના વચ્ચે ઝઘડો થઇ ગયો. એક મિત્ર એ બીજા મિત્ર ને થપ્પડ મારી દીધી.

જે મિત્ર એ થપ્પડ મારી, તે મિત્ર ના દિલ પર ચોટ લાગી ગઈ. પરંતુ તેમણે કઈ પણ કહ્યું નહિ, તેમણે રેતી પર લખ્યું, “આજે મારા મિત્ર એ મને થપ્પડ મારી.”

બંને રણ માં ચાલતા રહ્યા, આગળ તેમને એક તળાવ મળ્યું.

બંને ત્યાં નાહવા લાગ્યા. એટલા માં જે મિત્ર એ થપ્પડ માર હતી તે તળાવ માં પગ લપસવાના કારણે તે ડૂબવા લાગ્યો.

બીજા મિત્ર એ તેને બચાવી લીધો. ડૂબવાના બચ્યા પછી થોડો સમય થયા બાદ, તેમણે પથ્થર પર લખ્યું “આજ મારા મિત્ર એ જાણ બચાવી.”

હવે જયારે જે મિત્ર એ થપ્પડ મારી હતી તેણે બીજા મિત્ર ને પૂછ્યું, “મિત્ર મેં તારું દિલ દુખાવ્યું ત્યારે રેત પર લખ્યું અને હવે તે પથ્થર પર લખ્યું. આવું શા માટે?”

બીજા મિત્ર એ તેને જવાબ આપ્યો “જયારે આપણું કોઈ દિલ દુખાવે છે તો આપણે રેતી પર લખી લેવું જોઈએ, જેનાથી માફી ની હવા તેને મિટાવી શકે, પરંતુ જયારે પણ કોઈ આપણા માટે સારું કરે છે તો આપણે તેને પથ્થર પર લખવું જોઈએ જેનાથી કોઈ પણ હવા તેના મિટાવી શકે નહિ.”

Leave a Reply

Your email address will not be published.