આ બાળ કલાકર એટલા મોટા થઇ ગયા કે ઓળખી શકવા પણ છે મુશ્કેલ

અહસાસ ચન્ના

આજે પણ લોકો માય ફ્રેન્ડ ગણેશ, વાસ્તુ શાસ્ત્ર અને કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોમાં છોકરાની ભૂમિકા ભજવનારા અહસાસ ચન્નાના અભિનયની પ્રશંસા કરે છે. હવે અહસાસ મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રભુત્વ ધરાવે છે કારણ કે તેમના દ્વારા બનાવેલી અજીબો ગરીબ વીડિયોને ઘણી લોકપ્રિયતા મળે છે અને તેમની સુંદરતા વિશે શું કહેવું.

કિંશુક વૈદ્ય

સ્ટાર પ્લસના લોકપ્રિય શો શાકા લાકા બૂમ બૂમમાં સંજુનું આઇકોનિક પાત્ર ભજવનાર કિશુક વૈદ્ય ખૂબ જ લોકપ્રિય હતો. દરેક બાળક 90 ના દાયકામાં સંજુ અને તેની જાદુઈ પેન્સિલ વિશે દિવાના હતા અને દરેક બાળક તે પેંસિલ મેળવવાની ઇચ્છા રાખતા હતા. હવે કિંશુક વૈદ્ય 27 વર્ષના થઈ ગયા છે અને થોડા સમય પહેલા સોની ચેનલનો શો એક રિશ્તા સાજેદારીમાં નજર આવી રહ્યા છે.

કૃણાલ ખેમુ

બાળ કલાકાર ની વાત થાય અને કુણાલ ખેમુના નામ ના આવે એવું થઇ ના શકે. ઝખ્મ, હમ હૈ રહી પ્યાર કે અને રાજા હિન્દુસ્તાની ફિલ્મમાં બાળ અભિનેતા તરીકે કૃણાલે જે કામ કર્યું હતું તે વખાણવા લાયક હતું. આ પછી, તે ગોલમાલ, ગો ગોવા ગોન અને અન્ય ઘણી કોમેડી ફિલ્મોમાં જોવા મળ્યા છે, પરંતુ બાળપણમાં તેમને મળેલી લોકપ્રિયતા થોડી ઓછી થઈ છે.

ઝનક શુક્લ

શાહરૂખ ખાનની ફિલ્મ કલ હો ના હો માં, નાની જીયા ને અમન સાથે પ્રેમ થઇ જાય છે. ઝનક શુક્લાએ બાળપણમાં હાતિમ, ગુમરાહ, કરિશ્મા કા કરિશ્મા અને ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું, પરંતુ તે હાલમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે અને હાલમાં તે ઇન્ડસ્ટ્રીથી દૂર છે.

તન્વી હેગડે

90 ના દાયકામાં સ્ટાર પ્લસ પર સોનપરી નામનો એક શો ચાલતો હતો જેમાં ફ્રુટ્ટી નામની એક છોકરી ખૂબ જ પરેશાન રહેતી હતી કેમ કે તેની માતાનું નાની ઉંમરે અવસાન થયું હતું. પછી એક પરી તેના જીવનમાં આવે છે જે તેને ખૂબ પ્રેમ આપે છે અને તેની બધી મુશ્કેલીઓને દૂર રાખે છે. ફ્રુટ્ટીની આ ભૂમિકા તન્વી હેગડેએ ભજવી હતી અને તે તેનું યાદગાર પાત્ર રહ્યું છે, હવે તે 26 વર્ષની છે અને ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ લોકોને આજે પણ તન્વીનું પાત્ર પસંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *