બજારમાં આજે જબરદસ્ત ધૂમ, 1400 અંક થી વધુ ઉછળી સેન્સેક્સ પાછો 50000 ને કર્યો ટચ

બજારમાં આજે જબરદસ્ત ધૂમ, 1400 અંક થી વધુ ઉછળી સેન્સેક્સ પાછો 50000 ને કર્યો ટચ

કેન્દ્રીય વિત મંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે 2021-22 નાણાકીય વર્ષનું દેશનું બજેટ જાહેર કર્યું હતું. બજેટના દિવસથી જ શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 1400 અંક થી વધુ ઉછળી સેન્સેક્સ ફરી 50000 ને પાર કરી ગયો છે. તે જ સમયે, નિફ્ટી પણ 350 પોઇન્ટથી આગળ વધી રહ્યો છે. ગઈકાલે પણ શેર બજારે બજેટને જોરદાર આવકાર આપ્યો હતો. ગઈકાલે શેર બજારમાં 2300 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. બજેટના દિવસે છેલ્લા 24 વર્ષોમાં શેર બજારમાં ગઈકાલે સૌથી મોટી તેજી જોવા મળી હતી.

અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેંજ આશરે 2,209 પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ વધીને રૂ 196.50 લાખ કરોડ થઈ ગઈ છે, જે ગઈકાલે રૂ. 192.62 લાખ કરોડ હતી.

તમને જણાવી દઈએ કે ગઈકાલે બજેટ દિવસે બીએસઈ સેન્સેક્સ 5 ટકાના વધારા સાથે 48600.61 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 4.74 ટકાના વધારા સાથે 14281.20 પર બંધ રહ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *