દિવસભર કામ કરી ને પતિ ઘરે આવ્યો તો પત્ની એ ખાવા માં બળેલી રોટલી રાખી હતી, જમ્યા પછી દીકરાએ જ્યારે પૂછ્યું કે તમને બળેલી રોટલી પસંદ છે તો પિતા એ જવાબ આપ્યો …

પતિ દિવસભર કામ કરીને રાત્રે ઘરે આવ્યો તો પત્નીએ ખાવામાં રાખી દીધી બળેલી રોટલી. છોકરો આ બધું જોઈ રહ્યો હતો. ખાવાનું પત્યા પછી છોકરાએ તેમના પિતાને પૂછ્યું કે શું તમને બળેલી રોટલી પસંદ છે? તો પિતાએ જવાબ આપ્યો કે…

એક રાત્રે પતિ દિવસ ઘરનું કામ પતાવીને પોતાના ઘરે પાછો ફર્યો. પત્નીએ તેને ખાવા માટે રોટલી અને શાક આપ્યો. પરંતુ તેમના છોકરા એ જોયું કે રોટલી બળેલી છે. છોકરો તે વિચારવા લાગ્યો કે આ બળેલી રોટલી ઉપર કોઈનું ધ્યાન ગયું કે નહીં. તેમના પિતાએ તે રોટલી કઈ કહ્યા વગર જ તે પ્રેમથી ખાઈ લીધી.

ત્યારબાદ તેણે તેમના છોકરાને પૂછ્યું કે આજનો સ્કૂલ નો દિવસ કેવો રહ્યો. જ્યારે પત્નીનું ધ્યાન તે બળેલી રોટલી ઉપર ગયું તો તેણે જોયું કે રોટલી બળેલી છે. તેણે પોતાની પતિ પાસે માફી માગી. ત્યારે પતિએ કહ્યું કે તું ચિંતા ના કરીશ મને બળેલી રોટલી પણ પસંદ છે.

ખાવાનું પૂર્ણ થયા બાદ તેમના છોકરાએ તેમના પિતાને પૂછ્યું કે શું પિતાજી તમને સાચે જ બળેલી રોટલી પસંદ છે? ત્યારે પિતાએ તેમને જવાબ આપ્યો કે મને બળેલી રોટલી પસંદ નથી પરંતુ એક બળેલી રોટલી કોઈનું કઈ ખરાબ નથી કરી શકતી. જ્યારે આપણે થોડા કડવા શબ્દો બોલીએ છીએ ત્યારે તેનાથી બધું જ બગડી જતું હોય છે. એટલા માટે જ હું શાંતિથી તે બળેલી રોટલી ખાઈ ગયો.

શીખ

આ કહાની ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એક વાર બાળકોને સંભળાવી હતી. આ કહાની થી આપણને શીખવા મળે છે કે પતિ પત્નીએ પોતાના એકબીજાના કામનું સન્માન કરવું જોઈએ. પતિ દિવસ ભર ઘરની બહાર કામ કરે છે અને પત્ની આખું ઘર સંભાળે છે. પતિને પણ સમજવું જોઇએ કે ઘરના કામોમાં પણ ખૂબ જ મહેનત થાય છે.

Leave a Reply

Your email address will not be published.