એકવાર રાજાને 2 સુંદર કબૂતર ભેટ માં મળ્યા, થોડા દિવસો પછી રાજાએ જોયું કે એક કબૂતર ખુબજ ઉંચાઈ ઉપર ઉડી રહ્યું છે, અને બીજું ત્યાં વૃક્ષ પરજ બેસેલું છે, એક ગરીબ ખેડૂતે કહ્યું કે તે ઉડી શા માટે નથી રહ્યું

એકવાર એક રાજા પોતાના પાડોશી રાજ્ય માં ફરવા માટે નીકળી ગયા. પાડોશી રાજ્યના રાજાએ ખુબજ સારી રીતે તે રાજાની મહેમાન ગતિ કરી. તે રાજા થોડા દિવસો સુધી ત્યાં પાડોશી રાજાને ત્યાંજ રહ્યા. હવે તે રાજા પોતાના રાજ્ય તરફ જવાનું નક્કી કર્યું ત્યારે તે રાજાને 2 કબુતર ભેટ માં આપ્યા.

રાજા તે બંને કબૂતર ને પોતાના મહેલ માં લઈને આવ્યા અને એક સેવક ને કબૂતર ની દેખરેખ માટે નિયુક્ત કર્યો. સેવક એ રાજાને કહ્યું કે એક કબૂતર ખુબજ ઉંચાઈ સુધી ઉડી લેઇ છે પરંતુ બીજું કબૂતર વૃક્ષ ની ડાળી પરજ બેસેલું રહે છે.

તે જાણીએ રાજા ખુબજ દુઃખી થયા કે બીજું કબૂતર ઉડતું કેમ નથી.

તે જાણવા માટે રાજાએ તરતજ મંત્રીઓ ને બોલાવ્યા. પરંતુ કોઈને તે સમજ નોતું આવી રહ્યું કે બીજું કબૂતર શા માટે ઉડી રહ્યું નથી. રાજા ને કોઈએ સલાહ આપી કે તમે પક્ષીઓ ના જાણકાર ને બોલાવો.

તરતજ ગરીબ ખેડૂત ને બોલવામાં આવ્યા. તે પક્ષીઓ નો સારોએવો જાણકાર હતો. ખેડૂતએ કબૂતર ની આજુબાજુ ના ક્ષેત્ર ને જોઈને તે ડાળીને કાપી નાખી જેના પર તે કબૂતર બેસેલું રહેતું હતું. હવે બીજું કબૂતર પણ ઉંચાઈ ઉપર ઉડવા લાગ્યું.

તે ખેડૂત એ રાજાને કહ્યું કે આ કબૂતર ને આ ડાળી નો મોહ હતો. તે ઉડવા માટે કષ્ટી કરવા માંગતું ન હતું. જયારે આ ડાળી કાપી નાખવામાં આવી ત્યારે તેને ઉડવુજ પડ્યું. રાજા આ વાત થી ખુશ થઈને ખેડૂત ને સોનાની મુદ્રાઓ આપી.

સીખ

આ કહાની થી આપણને સીખ મળે છે કે જોખમ લેવું જરૂરી હોઈ છે. જે લોકો જોખમ લેતા ડરે છે તે ક્યારેય સફ્ળ થઇ શકતા નથી. જો તમે પણ કંઈક કરવા ઈચ્છો છો તો જોખમ જરૂર થી લેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.