રાજકુમારી પોતાના જીવનમાં ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી તે મરવા માંગતી હતી ત્યારે જ તેને એક વૃદ્ધ વ્યક્તિ નજર આવે છે જે કૂતરાને ખાવાનું ખવડાવવું હોય છે અને તે ખૂબ જ ખુશ હોય છે રાજકુમારીએ તે વૃદ્ધ વ્યક્તિને તેમની ખુશીનું કારણ પૂછ્યું

એક રાજ્ય હતું જેમાં એક રાજકુમારી ખૂબ જ સુંન્દર હતી. જેમની પાસે બધી જ સુખ-સુવિધાઓ હતી. દાસીઓ તેમની દરેક સમયે સેવા પણ કરતા હતા છતાં પણ તે પોતાના જીવનથી હંમેશાં દુઃખી રહેતી હતી. તેમને ખબર ન હતી કે તે પોતાના જીવનમાં ખુશ કઈ રીતે રહી શકે.

તેમના મગજમાં એક દિવસ વિચાર આવ્યો કે જીવન કોઇ પણ કામનું નથી. તે કારણસર તે મરવા માટે પહાડ તરફ ચાલવા લાગી. રાજકુમારીએ જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કૂતરાને ખાવાનું ખવડાવી રહ્યો છે અને તે ખૂબ જ ખુશ છે. તે વૃદ્ધ વ્યક્તિના જીવનમાં કોઈપણ પરેશાની હતી નહીં.

રાજકુમારીએ તે વૃદ્ધ વ્યક્તિને સવાલ કર્યો અને પૂછ્યું કે તમે આટલા ખુશ કઈ રીતે છો? આ ખુશીનું કારણ શું છે? વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું કે થોડા સમય પહેલાં એક દુર્ઘટના માં તેણે પોતાની પત્ની અને બાળકોને ખોઈ નાખ્યા અને તે નિરાશ થઈ ગયો. હું મારા જીવનને પૂર્ણ કરવા માંગતો હતો.

હું પોતાને ખતમ કરવા જઈ રહ્યો હતો કે એક કુતરા નો નાનો બાળક મારી પાછળ આવી ગયું. તેમના થી બચવા માટે હું મારા ઘરે આવી ગયો. તે કુતરા નું નાનું બાળક પણ મારી પાછળ પાછળ આવી ગયું. મેં મારા ઘરનો દરવાજો બંધ કરી દીધો અને થોડીવાર પછી અમે બહાર જોયું તો ખબર પડી કે તેમને બહાર ઠંડી લાગી રહી છે.

તે નાના કુતરા ઉપર મને ખૂબ જ દયા આવી ગઈ અને મેં તેને બ્લેન્કેટ મા લપેટી લીધું. મેં તેમને દૂધ પીવડાવ્યું અને થોડી વાર પછી તે સામાન્ય થઈ ગયું. આ બધું જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો. ત્યાર બાદ મને એસાસ થયો કે જો હું ખુશ હોઉં તો હું બીજાને ખુશી આપી શકું છું અને મેં ત્યારથી જ આ કુતરા ની સેવા કરવાનું શરૂ કરી દીધું.

રાજકુમારીને સમજાઈ ગયું કે આપણે બીજાની ભલાઈ કરવી જોઈએ તેનાથી આપણને પણ ખુશી મળશે ત્યારબાદ રાજકુમારીએ મરવાનો વિચાર બદલી નાખ્યો અને ગરીબોની સેવા કરવાનું ચાલુ કરી દીધું.

શીખ

આ કહાની થી આપણને શીખવા મળે છે કે જો આપણે આપણા જીવનમાં દુઃખનો અનુભવ કરીએ છીએ તો આપણે બીજાની સેવા કરવી જોઈએ. આવું કરવાથી આપણને પણ ખુશી મળે છે.

Leave a Reply

Your email address will not be published.