સફળ થવા માટે મહેનત અને કોશિશ ની આવશ્યકતા, દેખા-દેખી નું આચરણ નહિ : વાંચો અદભુત કહાની

સીખવામાં અવલોકન નું મહત્વ છે પરંતુ તેમનો અર્થ એ ક્યારેય નથી કે બધાજ લોકો જોતાંની સાથેજ જ્ઞાન અર્જિત કરવા ઉપરાંત કંઈક મેળવી શકે.

એક સમય ની વાત છે, ગુરુની કઠોર તેમજ સંયમિત દિનચર્યાથી પ્રભાવિત થઈને, એક શિષ્યે તેનું અનુસરણ કરવાનું નક્કી કર્યું અને તે પહેલા પુઆલ પર સૂવા નું શરુ કર્યું. આ પ્રકાર એ થોડાક દિવસો વીતી ગયા પર ગુરુ એ શિષ્યના વ્યવહાર માં થોડુંક પરિવર્તન જોવા મળી રહ્યું હતું. તેમણે શિષ્યને પૂછ્યું કે તે આ દિવસો શું સાધી રહ્યો છે?

શિષ્ય એ કહ્યું, “હું જલ્દી થી દીક્ષિત થવા માટે કઠોર દિનચર્યા નો અભ્યાસ કરી રહ્યો છું. મારા કપડાં મારા શુદ્ધ જ્ઞાન ની ખોજ ને દર્શાવે છે, શાકાહારી ભોજન મારા શરીર માં સાત્વિકતા ની વૃદ્ધિ થાય છે અને સુખ-સુવિધા થી સંપૂર્ણ દૂર રહેવા પર હું આધ્યાત્મિક પાથ પર અગ્રસર થઇ રહ્યો છું.”

ગુરુ હસ્યાં અને તેમને ખેતી તરફ લઇ ગયા, જ્યાં એક સફેદ રંગ નો ઘોડો ઘાસ ચરી રહ્યો હતો. તેમની તરફ ઈશારો કરતા ગુરુ બોલ્યા ‘તું આ ઘાસ ચરતાં ઘોડા ને જોઈ શકે છે? તેમની ચામડી સફેદ છે, તે ફક્ત ઘાસ ખાય છે અને અસ્તબલ માં ભુસા પર સુવે છે. શું તમને આ ઘોડામાં જરાક પણ સાધુતા દેખાઈ રહી છે? શું તને લાગે છે કે આગળ જઈને એક દિવસ આ ઘોડો સક્ષમ ગુરુ બની શકશે? તે શિષ્ય સમજી ચુક્યો હતો કે ફક્ત બહાર ના આવરણ પહેરીને કોઈ સક્ષમ ગુરુ નથી બની શકતું.

કથા નો સાર : કોઈ ની દેખા દેખી નું આચરણ કરવા માત્ર થી તમે સફળ નથી થઇ શકતા, તેમના માટે ઉચિત મહેનત તેમજ કોશિશ કરવી જરૂરી છે. જો તમે કોઈ પણ કાર્ય માં સફળ થવા ઈચ્છો છો તો તમારે હર સંભવ કોશિશ અને પુરી મહેનત કરવી પડશે. તે કહે છે ને કે સંઘર્ષ કારવુજ સફળતા ની કુંજી છે. એવામાં તમારા રસ્તા માં આવનારી બધીજ પરેશાની નો અડગ રીતે મુકાબલો પણ કરવો પડશે ત્યારેજ તમે જીવન માં સફળ થઇ શકશો.

Leave a Reply

Your email address will not be published.