બાળકી ને આ કારણે કોઈ દેતક લેવા માંગતું ન હતું, પછી 3 વર્ષ પહેલા સની લિયોની એ ખુશી થી અપનાવી આ બાળકીને

બાળકી ને આ કારણે કોઈ દેતક લેવા માંગતું ન હતું, પછી 3 વર્ષ પહેલા સની લિયોની એ ખુશી થી અપનાવી આ બાળકીને

સની લિયોન હાલમાં પતિ ડેનિયલ વેબર અને ત્રણેય બાળકો સાથે અમેરિકા છે. સનીએ પુત્રી નિશાને 3 વર્ષ પહેલા મહારાષ્ટ્રના લાતુરથી દત્તક લીધી હતી. તે સમયે નિશા લગભગ 2 વર્ષની હતી. નિશાને દત્તક લેવામાં 3 વર્ષ વીતી ગયા. આ પ્રસંગે સની લિયોનીએ પોતાની પુત્રીને ભાવનાત્મક પત્ર લખ્યો છે. સનીએ નિશા ઉપરાંત પતિ અને બંને પુત્રો સાથે એક તસવીર શેર કરી નિશાને તેના જીવનમાં આવવા બદલ આભાર માન્યો.

સની લિયોને તેની પોસ્ટમાં લખ્યું છે, 3 વર્ષ પહેલા તમે અમને તમારા માતાપિતા તરીકે પસંદ કર્યા હતા. તમે અમારામાં વિશ્વાસ કર્યો હતો કે અમે તમારી પૂર્ણ કાળજી લઈશું. તને જોતાં જ હું સમજી ગઈ કે તું મારી દીકરી છે.

સન્ની લિયોને આગળ લખ્યું, “જ્યારે હું તને જોઉં છું, ત્યારે હું તમારી અંદર એક મજબૂત ઈન્ડિપેન્ડેટ છોકરી જોઉં છું, જે તું આગળ જતા બનીશ.” હું દરેક વળાંક પર તમારી સાથે રહીશ.

નિશા, હું તને ખૂબ પ્રેમ કરું છું. હેપી gotcha ડે. તું અમારા જીવનની રોશની છો અને દરરોજ આપણા સુખી થવાનું કારણ તું પણ છો.

સની લિયોનના પતિ ડેનિયલ વેબરે પણ પુત્રી માટે એક પોસ્ટ લખી છે. આમાં તેણે લખ્યું – 3 વર્ષ પહેલા તું અમારી જિંદગીમાં આવી. તમે અમારા માટે સૌથી ખાસ વ્યક્તિ છો.

16 જુલાઈ 2017 ના રોજ, સની અને ડેનિયલે લાતુર (મહારાષ્ટ્ર) માં એક અનાથાશ્રમથી પુત્રી નિશાને દત્તક લીધી હતી. નિશા તે સમયે લગભગ 21 મહિનાની હતી. એડોપ્શન એજન્સી સીએઆરએ અનુસાર, સની અને ડેનિયલ પહેલાં 11 યુગલોએ નિશાને દત્તક લેવાની ના પાડી હતી.

ખરેખર, નિશાને દત્તક ન લેવાનું મોટું કારણ તેણીનો કાળો રંગ હોવાનું જણાવાયું હતું. આ વાતનો ખુલાસો બાળકોને દત્તક લેનારા ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સ એજન્સી (સીએઆરએ) ના સીઈઓ લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમારે કર્યો હતો.

દીપક કુમારના જણાવ્યા અનુસાર, “મોટાભાગના પરિવારો બાળકના રંગ, ચહેરા અને મેડિકલ હિસ્ટ્રી પર ખૂબ ઉત્સુક હોય છે અને આ કારણો છે કે બાળકોને દત્તક લેવામાં આવે છે અથવા નકારવામાં આવે છે. આ જ કારણ છે કે 11 પરિવારોએ નિશાને અડોપ્ત કરવાની ના પાડી હતી.”

નિશા સિવાય સની લિયોનીને બે પુત્રો નોહ અને અશેર છે. તેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. 4 માર્ચ, 2018 ના રોજ, સની લિયોન બે જોડિયાની માતા બની હતી. 2011 માં, એક અભિનેત્રી બનેલી સની લિયોને બોયફ્રેન્ડ ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા.

સની લિયોન મે મહિનામાં તેના ત્રણ બાળકો અને પતિ ડેનિયલ વેબર સાથે મુંબઇથી યુ.એસ.ના કેલિફોર્નિયા ગઈ હતી. તેમના મતે આ મુશ્કેલ સમયમાં અમેરિકામાં રહેવું તેમના માટે ઠીક છે. સનીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તેણે આ નિર્ણય પોતાના બાળકો માટે લીધો છે.

સનીના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતી. ભવિષ્યમાં સની ‘કોકા કોલા’ અને હેલેન નામની ફિલ્મોમાં જોવા મળશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *