તો આ કારણથી ટીવી પર વારંવાર આવે છે સૂર્યવંશમ, જાણો ફિલ્મો સાથે જોડાયેલી આ 10 વાતો

તો આ કારણથી ટીવી પર વારંવાર આવે છે સૂર્યવંશમ, જાણો ફિલ્મો સાથે જોડાયેલી આ 10 વાતો

અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમ રિલીઝ થયાના 21 વર્ષ થઈ ચૂક્યા છે. 21 મેં 1999 એ રીલિઝ થયેલી આ ફિલ્મ ને વારંવાર સૌથી વધુ જોક્સ અને મીમ્સ બનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે ટીવી ઉપર વારંવાર જોવા મળે છે. આ ફિલ્મ ટીવી ઉપર એટલી વાર દેખાડવા માં આવી ચૂકી છે કે હવે તો લોકો તેમના કિરદાર ના નામ હીરા ઠાકુર, રાધા, ગૌરી, ભાનુપ્રતાપ અને મેજર રણજીત લોકો ના જીભ પર રહે છે. પરંતુ આજે પણ ઘણા લોકો એ વાત નથી જાણતા કે આ ફિલ્મ વારંવાર ટી.વી ઉપર શા માટે દેખાડવામાં આવે છે.

ટીવી પર સૂર્યવંશમ ને વારંવાર દેખાડવાનું એજ કારણ સામે આવ્યું છે કે ફિલ્મ 21 મેં 1999 રિલીઝ થઈ હતી અને એ વર્ષે જ સોની ટીવી એ મેક્સ ચેનલ લોન્ચ કરી હતી. મતલબ ફિલ્મ અને ચેનલ બંનેનું વર્ષ એક જ છે.

તેમને દેખાડવાનું એ કારણ પણ સામે આવ્યું છે કે જે ચેનલ પર આ ફિલ્મ આવે છે તેમણે તેમના 100 વર્ષના રાઇટ્સ ખરીદી લીધા છે. એ કારણથી આ ફિલ્મ વારંવાર દેખાડવામાં આવે છે. કહી દઈએ કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન એ ડબલ રોલ કરેલો હતો.

સૂર્યવંશમ ઇન્ડિયન મૂવી ચેનલ પર સૌથી વધુ ટેલિકાસ્ટ થતી ફિલ્મ છે. આ ફિલ્મને ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફિલ્મના 18 વર્ષ પુરા થવા ઉપર અમિતાભ બચ્ચનને ખુદ ટ્વિટ કરી ફિલ્મ ના વખાણ કર્યા હતા.

ફિલ્મની લીડ એક્ટ્રેસ સૌંદર્યા એટલે કે રાધા હવે આ દુનિયામાં નથી રહી. 17 એપ્રિલ 2014 એ બેંગ્લોર ની પાસે એક પ્લેન ક્રેશ હાદસામાં સૌંદર્યાની મૃત્યુ થઈ ગઈ હતી. સૌંદર્યા 1992માં ફિલ્મ ગાંધર્વ થી ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો.

સૌંદર્ય એ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ને મળીને 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. સૌંદર્યા ને 6 સાઉથ ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે. પરંતુ સાઉથ માં એક્ટિવ રહેલી સૌંદર્યની સૂર્યવંશમ પહેલી અને છેલ્લી બોલીવુડ ફિલ્મ હતી.

સૂર્યવંશમ ફિલ્મ હિન્દી રીમેક માં હતી. ત્યારબાદ આ કહાની ઉપર 1997 થી લઈને 2000 સુધી ચાર ફિલ્મ બની.

આ ફિલ્મમાં પહેલા અમિતાભ અને અભિષેક બચ્ચનને પિતા-પુત્ર ના જોડી ના રૂપમાં લેવામાં આવવાના હતા પરંતુ ત્યાર બાદ અમિતાભ એ ડબલ રોલ કર્યો.

સૂર્યવંશમ ના માથા પર તિલક લગાડેલ અમિતાભ બચ્ચનનો આ લુક એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે ત્યાર બાદ 2000માં રીલિઝ થયેલી મોહબતે અને ત્યારબાદ સાઉથની ફિલ્મ સાઈ રા નરસિમ્હા રેડ્ડી માં પણ રિપીટ કરવામાં આવ્યો હતો.

સૂર્યવંશમ નું બજેટ એ સમયમાં સાત કરોડ રૂપિયા હતું ત્યારે ફિલ્મે લગભગ 13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સૂર્યવંશમ ની બે એક્ટ્રેસ જયાસુધા અને સૌંદર્યા માટે રેખા એ પોતાની અવાજ આપી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *