હેમા માલિની થી મિથુન ચક્રવર્તી સુધી, આ સ્ટાર્સ પડદા પર ખુબ ચાલ્યો જાદુ, પરંતુ તેમના બાળકો ના દેખાડી શક્યા ધમાલ

આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિંકલ ખન્નાનું નામ પણ સામેલ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1995માં બરસાત જેવી હિટ ફિલ્મથી કરી હતી. જો કે આ પછી પણ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેનું નસીબ ફિલ્મોમાં ખાસ રંગ લાવી શક્યું નહીં.

મિમો ચક્રવર્તી પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘જિમી’થી કરી હતી. આ પછી તે વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘દુશ્મન’માં પણ જોવા મળ્યો હતો. પરંતુ તેની બંને ફિલ્મો ચાલી ન હતી.

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે પણ પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેમના પુત્ર અભિષેક બચ્ચને તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘રેફ્યુજી’થી કરી હતી. અભિષેકની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે.

વિવાન બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહનો નાનો પુત્ર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘સાત ખૂન માફ’થી કરી હતી. આ પછી તે ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’માં પણ જોવા મળ્યો હતો. જો કે, આ પછી પણ તેની કારકિર્દી પાટા પરથી ઉતરી શકી નથી.

ઈશા દેઓલ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી છે. ઈશાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી કરી હતી. આ સિવાય તેણે ‘ધૂમ’, ‘ના તુમ જાનો ના હમ’ અને ‘યુવા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, તે તેના માતાપિતાની જેમ જાદુ ચલાવી શકી નહીં. હાલમાં જ ઈશા અજય દેવગન સાથે વેબ સિરીઝ ‘રુદ્ર’માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.