લાઈફ પાર્ટનર જ નહિ પરંતુ સફળ બિઝનેસ પાર્ટનર પણ છે આ સ્ટાર કપલ, એક સાથે સાંભળે છે કરોડોનો બિઝનેસ

લાઈફ પાર્ટનર જ નહિ પરંતુ સફળ બિઝનેસ પાર્ટનર પણ છે આ સ્ટાર કપલ, એક સાથે સાંભળે છે કરોડોનો બિઝનેસ

બોલિવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મ્સથી જ લાખો-કરોડો રૂપિયા કમાય છે, પરંતુ અન્ય વ્યવસાયથી પણ સારી કમાણી કરે છે. જો કે, ખાસ વાત એ છે કે ઘણા એવા બોલીવુડ કપલ્સ છે કે જેઓ માત્ર બીજા કોઈની સાથે જ નહીં પરંતુ તેમના જીવન સાથીઓ સાથે બિઝનેસ કરે છે અને તેમને ઘણો ફાયદો મળે છે. બોલિવૂડમાં એક કે બે સ્ટાર્સ નહીં પરંતુ વધુ એવા સ્ટાર મળશે, જેમણે પોતાના લાઈફ પાર્ટનરને પોતાના બિઝનેસ પાર્ટનર બનવ્યા છે અને તેમનો બિઝનેસ પણ સફળ રહ્યો છે. તો ચાલો અમે તમને એવા કેટલાક સ્ટાર્સ સાથે પરિચિત કરાવીએ, જેમના માટે તેમના જીવનસાથીનો વ્યવસાય માટે શ્રેષ્ઠ છે.

ટ્વિંકલ ખન્ના-અક્ષયકુમાર

અક્ષય કુમાર બોલિવૂડની ફિલ્મોથી ઘણું કમાય છે, પરંતુ ટ્વિંકલ ખન્નાએ ઘણા વર્ષો પહેલા ફિલ્મોને અલવિદા કહી દીધી હતી. જોકે આ સ્ટાર કપલ્સ મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ‘હરિ ઓમ પ્રોડક્શન’ ચલાવે છે. તેમને આ કંપનીમાંથી કરોડો રૂપિયા મળે છે. અક્ષય તેની ફિલ્મ્સથી ઘણી કમાણી કરે છે, ત્યારે ટ્વિંકલ એક પ્રખ્યાત લેખક, ઇન્ટીરિયલ ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા છે અને આ થકી તે લાખો કરોડોની કમાણી કરે છે.

શાહરૂખ ખાન-ગૌરી

બોલિવૂડના સૌથી શ્રેષ્ઠ કપલ્સમાંથી એક શાહરૂખ અને ગૌરી પણ ઘણા સારા બિઝનેસ પાર્ટનર છે. શાહરૂખ અને ગૌરી બંનેની પ્રોડક્શન કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ’ ચલાવે છે. ગૌરી ખાન એક પ્રખ્યાત ઇંટીરિયર ડિઝાઇનર છે અને સાથે સાથે તે પોતાની કંપની ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ પણ ચલાવે છે.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા

બોલિવૂડની સૌથી મનોરંજક દંપતી શિલ્પા અને રાજ પણ જીવનસાથીની સાથે સાથે બિઝનેસ પાર્ટનર પણ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2009 માં લગ્ન પછી તરત જ શિલ્પા અને રાજે ‘V8 Goumet Group’ માં હિસ્સો ખરીદ્યો હતો. એટલું જ નહીં, આ બંને મુંબઈના બાંદ્રા અને વરલી વિસ્તારોમાં બસ્ટિયન નામની રેસ્ટોરન્ટ પણ ચલાવે છે જે ખૂબ પ્રખ્યાત છે.

વિરાટ કોહલી- અનુષ્કા શર્મા

તાજેતરમાં માતા-પિતા બનેલા વિરાટ અને અનુષ્કા એક બેસ્ટ લાઇફ પાર્ટનર તેમજ સફળ બિઝનેસ પાર્ટનર પણ છે. વિરાટ અને અનુષ્કા પોતાની બ્રાન્ડ ‘Nush’ અને ‘Wrogn’ ચલાવે છે. એટલું જ નહીં, આ બંનેએ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વિરાટ અને અનુષ્કાએ ફાઇનાન્સ અને ટેક કંપની ડિજિટમાં 2.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. વિરાટ અને અનુષ્કા તેમના વર્તમાન તેમજ ભવિષ્યની ખૂબ કાળજી લે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *