નાના શહેરોમાં થી આવતી આ 8 અભિનેત્રીઓ થઈ ગઈ મશહૂર, આજે ઘરે ઘરે લોકો તેમને ઓળખે છે

પોતાના દમ પર પોતાની ઓળખ બનાવવા વાળા ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો છે. આજે આ પોસ્ટ માં અમે તમને નાના પડદા ની આઠ એવી અભિનેત્રીઓ ની સાથે મળવા જઇ રહ્યા છીએ જે નાના શહેરો થી નીકળીને માયાનગરી મુંબઇ આવી અને પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી. આજે આ અભિનેત્રીઓને લોકો ઘરે ઘરે ઓળખે છે. સાથે જ આ અભિનેત્રીઓ લાખો છોકરીઓ માટે પ્રેરણા છે જે સપના જુએ છે અને તેમને પૂરા કરવાની ઇચ્છા રાખે છે.

આશા નેગી

આશા નેગી ટીવી ઈન્ડસ્ટ્રીની મજુર એક્ટ્રેસ છે. તેમણે પવિત્ર રિશ્તા માં પોતાની અદાકારી થી દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ દિવસોમાં એક્ટ્રેસ બોયફ્રેન્ડ રીત્વિક ધનજાની ની સાથે ના બ્રેકઅપ ને લઈને ચર્ચા માં છે. આશા નેગી દહેરાદૂનની રહેવા વાળી છે.

દેવોલિના ભટ્ટાચાર્ય

દેવોલિના ભટ્ટાચાર્ય ને લોકો સાથ નિભાના સાથિયા ગોપી ના રૂપમાં ખૂબ જ સારી રીતે ઓળખે છે. દેવોલિના બિગ બોસ 13 નો ભાગ બનીને લાઈમલાઈટમાં બની રહી હતી. દેવોલિના શિવસાગર, આસામ થી આવે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

સ્ટાર પ્લસ નો શો યે હે મોહબતે મા ઈશિતા ભલ્લા નો કિરદાર નિભાવીને દિવ્યંકા એ ખુદ નું નામ ટીવીની ટોપ અભિનેત્રીઓમાં દર્જ કરાવ્યું છે. દિવ્યંકા નું હોમટાઉન ભોપાલ છે.

કૃતિકા સેંગર

કાનપુરની રહેવાવાળા કૃતિકા આજે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. ઝાંસી કી રાણી અને કસમ તેરે પ્યાર કી જેવા શો કરીને કૃતિકા ને પોપ્યુલારિટી મળી.

રતી પાંડે

રતી પાંડે મૂળ રૂપથી બિહારની રહેવાવાળી છે. હિટલર દીદી, પોરસ, મિલે જબ હમ તુમ અને બેગુસરાય જેવા ધારાવાહિકોમાં પોતાના અભિનયનો જાદુ વિખેરી ચૂકી છે.

રુબિકા દિલેક

છોટી બહુ મા રાધિકાનો કિરદાર નિભાવીને રૂબિનાએ લોકપ્રિયતા મેળવી હતી. રૂબીના એ સીમલા થી નીકળીને પોતાના સ્વપ્નો પૂરા કર્યા.

શિવાંગી જોષી

શિવાંગી જોષી ટીવી ની ખૂબસૂરત, ટેલેન્ટેડ અને સ્માર્ટ અભિનેત્રી છે. આ દર્શકોની વચ્ચે નાયરાના નામથી ખૂબ જ મશહૂર છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતવા વાળી શિવાંગી દેહરાદૂન થી આવે છે.

શ્વેતા તિવારી

90ના દશકમાં શ્વેતા તિવારી દ્વારા નિભાવવામાં આવેલા પ્રેરણા શર્માનો કિરદાર ઘરે-ઘરે મશહૂર થઈ ગયો હતો. કસોટી જિંદગી કી એ તેમને સ્ટાર બનાવી દીધી હતી. કહી દઈએ કે શ્વેતા ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ ની રહેવાવાળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *