આ અભિનેત્રીઓને લગ્ન પછી પણ ઉઠાવી પડી મુશ્કેલીઓ

આજના પોસ્ટ દ્વારા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટીવીની તે અભિનેત્રીઓ વિશે જેમના પહેલા લગ્ન કોઈના કોઈ કારણોસર તૂટી ગયા. વાત કુમકુમ સિરીયલ ની જુહી પરમાર હોય અથવા તો કસોટીની શ્વેતા તિવારી તેમના તલાક લેવા ની પાછળ ની ખબર જ્યારે સામે આવી તો ફેન્સ હેરાન રહી ગયા.

રશ્મિ દેસાઈ

ઉત્તરન સિરિયલ માં તપસ્યા નો કિરદાર થી ઘરે ઘરે મશહૂર થયેલી રશ્મિ દેસાઈ એ વર્ષ 2012માં અભિનેતા નંદિશ સંધુ ની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે નંદિશ સંધુ સાથે વર્ષ 2015માં તલાક લીધો હતો.. રશ્મિ દેસાઈ અને નંદિશ સંધુ ધારાવાહિક ઉતરણ સાથે કામ કર્યું હતું. શોમાં આ બંનેનો અભિનય ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં આ બંનેએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે માં પણ ભાગ લીધો હતો.

શ્વેતા તિવારી

શ્વેતા તિવારી એ રાજા ચૌધરી સાથે વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. શ્વેતાના અનુસાર તેમના પહેલા પતિ રાજા ચૌધરી એ ઘણીવાર તેમની ઉપર હાથ પણ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન પણ ખતરામાં છે. શ્વેતાએ સિરીયલ મેરે ડેડ કી દુલ્હન જી ટીવી માં કમબેક કર્યું છે. બીજા લગ્નને ફરી દીકરા ના જન્મ ના કારણે તે લાંબા સમયથી ટીવીથી દૂર રહી હતી.

જેનિફર વિંગેટ

નાના પડદાની મશહૂર અને ખૂબ જ ખૂબસુરત એક્ટ્રેસ જેનિફર વિંગેટ એ કરણ સિંહ ગ્રોવર થી બે વર્ષ સાથે રહ્યા પછી તલાક લીધા હતા. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. સાચી જીંદગીમાં લગ્ન જેનિફર માટે ઘણા જ નુકસાન દાયક રહ્યા હતા જ્યાં એક તરફ કરણ સિંહ ગ્રોવર ના બે વર્ષની અંદર બિપાશા બાસુ સાથે ત્રીજા લગ્ન કરી લીધા હતા ત્યાંજ જેનિફર આજે પણ સિંગલ છે.

દલજીત કોર

ઘરેલુ હિંસાના ચાલતા દલજીત કૌર એ પણ એક્ટર શાલીન ભનોટ થી તલાક લઈ લીધા હતા. દલજીત કોર અને શાલીન ભનોટ ના ઓફિશ્યલી લગ્ન વર્ષ 2015માં થયા હતા. દલજીત એ તલાક નું કારણ ડોમેસ્ટિક વાયોલેન્સ દહેજ અને હેરેસમેન્ટ કહ્યું હતું.

જુહી પરમાર

કુમકુમ સિરીયલ થી ઘરમાં મશહૂર થયેલી એક્ટ્રેસ જુહી પરમાર એ એક્ટર સચિન શ્રોફ સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં જુહી બિગ બોસની વિનર બની અને ત્યારબાદ તેમણે એક દીકરી સમાયરા ને જન્મ પણ આપ્યો. ત્યારબાદ જુહી અને સચિનના સંબંધમાં તિરાડ આવી ગઈ અને વર્ષ 2018માં બંનેએ તલાક લઈ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *