એક નગર માં પ્રતિષ્ઠિત વેપારી રહેતો હતો જેને ખુબજ વધુ સમય પછી એક પુત્ર ની પ્રાપ્તિ થઇ હતી. તેમનું નામ ચંદ્રકાન્ત રાખવામાં આવ્યું

એક નગર માં પ્રતિષ્ઠિત વેપારી રહેતો હતો જેને ખુબજ વધુ સમય પછી એક પુત્ર ની પ્રાપ્તિ થઇ હતી. તેમનું નામ ચંદ્રકાન્ત રાખવામાં આવ્યું. ચંદ્રકાંત ઘર માં બધાંનોજ દુલારો હતો. ઘણી મુશ્કેલી તેમજ લાંબા સમય રાહ જોયા પછી સંતાન નું સુખ મળવા પર, ઘર ના બધાજ વ્યક્તિ ના મન માં વેપારી ના પુત્ર નું સુખ મેળવા પર, ઘર ના દરેક વ્યક્તિ ના મન માં વેપારી ના પુત્ર ચંદ્રકાંત ની માંગ થી પહેલા તેમની બધીજ ઈચ્છા ઓ પુરી કરવામાં આવતી હતી.

લગભગ આજ કારણ ચંદ્રકાંત ને ના સાંભળવાની આદત હતી નહિ અને ના મહેનત નું મહત્વ ની ખબર હતી. ચંદ્રકાંત એ જીવન માં ક્યારેય અભાવ જોયો ન હતો એટલા માટે તેમનું જોવાની નજર તેમના જીવન પ્રત્યે ખુબજ અલગ હતી અને તે વેપારી એ ઘણી મહેનત પછી તેમનો વેપાર ઉભો કર્યો હતો. વધતી ઉમર ની સાથે વેપારી ને પોતાના ધંધા ના પ્રત્યક્ષ હતું કે તેમનો પુત્ર ને મહેનત ના ફળ નું મહત્વ ખબર નથી.

તે વેપારી ને આભાસ થઇ ચુક્યો હતો કે તેમના પ્રેમ અને લાડ ને ચંદ્રકાંત જીવન ની વાસ્તવિક અને જીવન માં મહેનત નું મહત્વ ઘણું દૂર કરી દીધું છે. ખુબજ ઊંડા વિચાર પછી વેપારી એ નિશ્ચય કર્યો કે તે ચંદ્રકાંત ને મહેનત નું ફળ નું મહત્વ, ખુબ પોતેજ શીખવાડશે. પછી ભલે તેને તેના માટે કઠોર કેમ ના બનવું પડે.

વેપારી એ ચંદ્રકાંત ને પોતાની પાસે બોલાવ્યો અને ખુબજ તીખા સ્વર માં તેમની સાથે વાત કરી. તેમને કહ્યું કે તારું મારા પરિવાર માં કાઈ પણ અસ્તિત્વ નથી, તે મારા ધંધા માં કાય પણ યોગદાન આપ્યું નથી એટલા માટે હું ઈચ્છું છું કે તું પોતાની મહેનત થી ધન કમાવો, ત્યારેજ તેને તારા ઘન ના પ્રમાણે બે સમય નું ભોજન મળશે. આ સાંભળી ને ચંદ્રકાંત ને વધુ કોઈ ફર્ક પડ્યો નહિ, ચંદ્રકાંત એ તેને થોડીવાર નો ગુસ્સો સમજ્યો પરંતુ વેપારી એ નક્કી કરી રાખ્યું હતું. તેમણે ઘરના બધાજ સભ્યો ને કહ્યું કે કોઈ પણ ચંદ્રકાંત ની મદદ કરશે નહિ અને ના તેમના વગર ધન નું ભોજન આપશે.

ચંદ્રકાંત ને બધાજ લોકો ખુબજ પ્રેમ કરતા હતા જેમનો તેમણે ખુબજ લાભ ઉઠાવ્યો. તે રોજ કોઈ ના કોઈ પાસે જઈ ને ધન માંગી લાવતો હતો અને પોતાના પિતાને આપતો હતો. અને વેપારી તે પૈસા ને ચંદ્રકાંત કુવામાં ફેંકવા માટે કહેતો અને ચંદ્રકાંત તે પૈસા ને કોઈ પણ સમસ્યા વગર કુવા માં ફેંકી દેતો હતો અને તેને રોજ ભોજન મળી જતું હતું. આવું ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. પરંતુ ધીમે ધીમે ઘરના લોકોને તેને ધન આપવું ભારે પાડવા લાગ્યું. વાધજ લોકો તેને નજર અંદાજ કરવા લાગ્યા. જેના કારણે ચંદ્રકાંત ને મળવા વાળું ધન ઓછું થવા લાગ્યું અને તે ધન ના હિસાબે તેને ભોજન ઓછું થવા લાગ્યું.

એક દિવસ ચંદ્રકાંત ને કોઈ એ પણ ધન આપ્યું નથી અને તેને પોતાની ભૂખ શાંત કરવામાં માટે ગામ માં જઈ ને કાર્ય કરવું પડ્યું. તે દિવસે તે ખુબજ થાકીને વેપારી પાસે પહોંચ્યો અને ધન આપીને ભોજન માંગ્યું. રોજ ના અનુસાર વેપારી એ ધન ને કુવા માં ફેંકવા નો આદેશ આપ્યો જેને ચંદ્રકાંત સરળતાથી સ્વીકારી કરી શક્યો નહિ અને જવાબ આપ્યો પિતાજી હું આટલી મહેનત કરીને, પરસેવો વહાવીને ઘન ને લાવ્યો છું અને ક્ષણ માં તમે તેને કુવા માં ફેંકવા માટે કહો છો.

આ સાંભળી ને વેપારી સમજી ગયો કે આજે ચંદ્રકાંત મહેનત ના ફળ નું મહત્વ સમજી ગયો છે. વેપારી જાણતો હતો કે ઘરના સભ્યો ચંદ્રકાંત ની મદદ કરી રહ્યા છે, ત્યારે જ ચંદ્રકાંત આટલી સરળતાથી તે ધન ને કુવા માં નાખી ને આવતો હતો પરંતુ તેને ખબર હતી કે એક દિવસ બધાજ પરિવારજન ચંદ્રકાંત થી દૂર થઇ જશે તે દિવસે ચંદ્રકાંત ની પાસે કોઈ પણ વિકલ્પ વધશે નહિ. વેપારી એ ચંદ્રકાન્ત ની ગળે લાગ્યો અને પોતાનો ધંધો તેને સોંપી દીધો.

શિક્ષા : આજ ના સમય માં ઇચ્ચ વર્ગ ના પરિવારો ના સંતાનો ને મહેનતનું ફળ નું મહત્વ ખબર હોતી નથી અને એવામાં આ દાયિત્વ તેમના માતાપિતા નું હોય છે કે તે પોતાના બાળકો ને જીવન માં વાસ્તવિકતા સાથે અવગત કરાવે. લક્ષ્મી તે ઘરેજ આવે છે જ્યાં તેમનું સમ્માન થાય છે.

મહેનત જ એક એવી હથિયાર છે જે મનુષ્ય ને કોઈ પણ પરિસ્થિતિ ની બહાર લાવી શકે છે. વેપારી ની પાસે એટલી ધન તો હતું કે ચંદ્રકાંત અને તેમની આવનારી પેઢી વગર કોઈ મહેનત એ જીવન સરળતાથી કાઢી શકે પરંતુ આજે વેપારી તેમના પુત્ર ને મહેનત નું મહત્વ ના સમજાવત તો એક ના એક દિવસ વેપારી ની આવનારી પેઢી વેપારી ની ભૂલ સમજત.

Leave a Reply

Your email address will not be published.