શું તમને ખબર છે પેપરને 103 વાર ફોલ્ડ કરીએ તો શું થાય છે?

શું તમને ખબર છે પેપરને 103 વાર ફોલ્ડ કરીએ તો શું થાય છે?

પેપરને 103 વખત ફોલ્ડ કરવાથી એટલે કે વાળવાથી તે સમગ્ર બ્રહ્માંડ જેટલું પહોળું થઈ જાય છે. જવાબ વાંચીને ચોંકી ગયાને. કાગળને વચ્ચે થી એકસો ત્રણ વખત ફોલ્ડ કરતાં પહેલાં સૌથી પહેલા તમારે એ જાણી લેવું આવશ્યક છે કે ક્યારેય કોઇ પણ વસ્તુ જેટલી આસાન લાગે છે તેટલી આસન હોતી નથી. જી હા કોઈપણ પેપરને તમે વધુમાં વધુ આઠ વખત ફોલ્ડ કરી શકો છો પરંતુ….

તેનાથી વધુ ના કરી શકીએ એવું નથી પરંતુ તેમની સાઈઝ ઉપર ડીપેન્ડ કરે છે. જો ફૂટબોલના ફિલ્ડના બરાબર પેપર લઈ ને વચ્ચે થી ફોલ્ડ કરવામાં આવે ત્યારે 12 વખત ફોલ્ડ કરી શકાય છે.

તો ચાલો કોશિશ કરીએ પેપરની એકસો ત્રણ વખત ફોલ્ડ કરવાની

સૌથી પહેલા આપણે એક સામાન્ય પેપર ની જાડાઈ જાણી લઇએ જે લગભગ 0.0039 ઇંચ હોય છે.

સાત વખત ફોલ્ડ કરવા ઉપર 128 પેજની બુક જેટલી મોટી એટલે કે લગભગ આપણી આંગળી જેટલી જાડાઈ થઇ જશે.

દસ વખત પેપરને વાળવા ઉપર તેમની જાડાઈ અથવા તો ઊંચાઈ 1000 પેજ ના કોઇ ગ્રંથ અથવા તો આપણા હાથ જેટલી મોટી થઇ જશે.

23 વખત ફોલ્ડ કરવા ઉપર લગભગ એક કિલોમીટર થઈ જશે.

30 વખત ફોલ્ડ કરવા ઉપર આપણે સ્પેસમાં પહોંચી જઈશું એટલે કે ઊંચાઈ લગભગ 100 કિલોમીટરની થઇ જશે.

જે લોકો ગણિતનું થોડુંક પણ જ્ઞાન રાખતા હશે તે સમજી શકશે. તેને 42 વખત ફોલ્ડ કરવા સુધી માં તે ચંદ્રમા સુધી પહોંચી જશે.

51 વાર ફોલ્ડ કરવા ઉપર અવિશ્વસનીય ઢંગ થી પરિવર્તન થતા તેમની ઊંચાઈ આપણી ધરતીથી સુરજ સુધી થઇ જશે છે ને અચંભિત કરવાવાળી સચ્ચાઈ.

અને જો તમે તેને 81 વખત ફોલ્ડ કરો છો તો આ પેપર 1,27,786 પ્રકાશ વર્ષ મોટું થઈ જશે. લગભગ એન્ડ્રોમેડા ગેલેક્સી જેટુ પહોળું થઈ જશે.

90 વખત જો પેપરને ફોલ્ડ કરવામાં આવે તો 130.8 મિલિયન પ્રકાશ વર્ષ જેટલું મોટું બની જશે લગભગ 110 મિલિયન પ્રકાશ વર્ષ. વીર્ગો સુપરક્લસ્ટર માં સ્થાનીય ગેલેક્ટીક સમૂહ સામેલ છે. એન્ડ્રોમેડા અને આપણા મિલ્કીવે ની સાથે અને લગભગ તો અહીંયા આકાશ ગંગાના સમૂહ અને અંતમાં 103 સુધીમાં તમે અવલોકનનીય બ્રહ્માંડ થી બહાર નીકળી જશો. એટલે કે જ્યાં સુધી ઇન્સાન જાણે છે જેમનો અનુમાનિત ડાયામીટર માં 93 બિલિયન પ્રકાશ વર્ષ છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *